Thursday, April 18, 2024
HomeGujaratકામની શોધમાં અમદાવાદ આવેલી ઝારખંડની મહિલા ભુલી પડી, પોલીસની આ નાની મદદ...

કામની શોધમાં અમદાવાદ આવેલી ઝારખંડની મહિલા ભુલી પડી, પોલીસની આ નાની મદદ તેના જીવમાં મોટું કામ કરી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ પોલીસનું નામ સાંભળતા માનસ પર સામાન્ય રીતે એક કડક વલણ અપનાવતી ખાખી પોલીસનું ચિત્ર સામે આવતુ હોય છે. પરંતુ અમદાવાદની આ ઘટના સાંભળીને મનમાં એમ થશે કે પોલીસ આટલુ સારુ કામ પણ કરતી હશે.! ઝારખંડની એક મહિલા કામની શોઘમાં અમદાવાદ આવી હતી. પરંતુ મહિલાને કામ તો ન મળ્યુ ઉપરાંત પીવાના પાણીના પૈસા પણ ન હતા. જેના સંપર્કથી મહિલા આવી હતી તેનો ફોન પણ લાગતો ન હતો. મહિલા અમદાવાદ આવીને ફસાઇ ગઇ હતી.




પ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડની 47 વર્ષીય મહિલા ફિલ્લી ઉર્ફે મનીષા નેમીઇનભાઇ કુજુર કામની શોઘમાં અમદાવાદ આવી હતી. તેની પાસે પૈસા ન હતા અને તેને કામની ખૂબ જરૂરિયાત હતી તેથી તે કામ શોધતી હતી. મહિલા ઝારખંડ હતી તે દરમિયાન એક કોન્ટ્રાકટરે તેને મજુરી કામ અમદાવાદમાં મળી જશે તેમ કહી અમદાવાદ આવવા જણાવ્યું હતું. ત્યાર બાદ મહિલા ઝારખંડથી અમદાવાદ આવી ગઇ હતી. પરંતુ જે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો તે કોન્ટ્રાકટરનો ફોન લાગતો ન હતો. ઉપરાંત કોન્ટ્રાકટરની પણ કોઈ ભાળ ન હતી. મહિલા પાસે ભોજનના તો ઠીક પરંતુ પાણી પીવાના પણ પૈસા ન હતા. તેમ છતા મહિલાએ હાર ન માની અને અમદાવાદમાં મજુરી કામ શોધવાનો ખુબ પ્રયત્નો કર્યા પરંતુ કામ ન મળતા આખરે તે ફરતી ફરતી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવી હતી.



મહિલાએ પોલીસ સ્ટેશન આવીને પોતાના પર આવેલી આપત્તી પોલીસકર્મીને જળાવી હતી. પોલીસકર્મી પણ મહિલા પર આવેલી મુશ્કેલી સમજી ગઈ હતી. પોલીસકર્મીએ મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું. પહેલા તો મહિલાને ચા નાસ્તા અને ભોજન કરાવ્યું. ત્યાર બાદ તેના રહેવાની વ્યવસ્થા કરી આપી અને મહિલાના પરિવારનો સંપર્ક કર્યો. મહિલાને પોતાના વતન પરત મોકલવા માટે ટિકીટ કરાવી આપી અને તેને થોડાક પૈસાની મદદ કરી તેને વતન મોકલી આપી હતી. પોલીસની આ કામગીરી ખાખીની અંદર રહેલુ કોમળ હૃદયની અનુભૂતી કરાવે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular