Friday, October 9, 2026
HomeGujaratજામનગરમાં 8 વર્ષની બાળકીની હત્યા કરનારા મામાને પોક્સો કોર્ટે ફાંસીની સજા ફરમાવી,...

જામનગરમાં 8 વર્ષની બાળકીની હત્યા કરનારા મામાને પોક્સો કોર્ટે ફાંસીની સજા ફરમાવી, આજીવન કેદ અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો

- Advertisement -

POCSO court sentences girl murderer to death in Jamnagar : જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે (Special POCSO Court Jamnagar) બાળકીની ઘાતકી રીતે હત્યા કરનારા મામાને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યો છે અને આરોપી નીતિન ડોસાજી માણેકને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. જામનગરના ઇતિહાસમાં પોક્સો સાથે હત્યાના કેસમાં ફાંસીની સજાની આ પ્રથમ ઘટના છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

કેસની માહિતી અનુસાર જામનગર જિલ્લાના સિક્કા ખાતે નીતિન માણેક 8 વર્ષની ભાણી સાથે રહેતો હતો. વર્ષ 2025ની 12 જાન્યુઆરના રોજ બાળકીએ પિતા પાસે જવાની જીદ કરતા અને પેશાબ કરી દેતાં નીતિન ગુસ્સે ભરાયો હતો. આરોપી નીતિને બાળકીના શરીરના ગુપ્ત ભાગો પર ડામ આપી બેરહેમીથી માર મારી બંને પગ પકડી માથું દીવાલ સાથે પછાડી નિર્મમ હત્યા કરી નાંખી હતી. આ કેસના તપાસ અધિકારી વી.બી. ચૌધરી અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરી માત્ર 35 દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલ (V. P. Agrawal Judge) સમક્ષ 23 સાક્ષી અને 95 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસ અદાલતમાં ચાલી જતાં આરોપી નીતિન માણેકને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular