Friday, October 9, 2026
HomeNationalવોટ ચોરીનો વિરોધઃ મેટ્રો-ટ્રેનો બાદ હવે ઈંટરનેટ પણ બંધ, વંદાઓને રોકવા સરકારના...

વોટ ચોરીનો વિરોધઃ મેટ્રો-ટ્રેનો બાદ હવે ઈંટરનેટ પણ બંધ, વંદાઓને રોકવા સરકારના ધમપછાડા

- Advertisement -

Delhi Internet Shutdown : ભારતની રાજધાની દિલ્હીમાં 10 ઓક્ટોબરે વિપક્ષો અને કોક્રોચ જનતા પાર્ટી CJP દ્વારા કરવામાં આવનારા વિરોધ પ્રદર્શનને રોકવા માટે સરકાર ભારે ધમપછાડા કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અગાઉ આ જ પ્રકારના પ્રદર્શનો પછી દિલ્હી પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ભારે ઘર્ષણ થયું હતું. હવે આ વખતે 10મીએ વિરોધ પ્રદર્શનને લઈને 57 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. ઘણી ટ્રેનો રદ્દ કરાઈ છે. હવે મોટા નવી દિલ્હીના એક મોટા હિસ્સામાં ઈંટરનેટ સેવાઓ પણ અસ્થાયી રુપે બંધ કરવાનો આદેશ જાહેર કરાયો છે.

ગૃહ મંત્રાલયની મંજુરી પછી, નવી દિલ્હી ક્ષેત્રના જનપથ કર્તવ્ય પથ ચાર રસ્તાના આસપાસ ચાર કિલોમીટરના આસપાસ ઈંટરનેટ સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાઈ છે. આ પ્રતિબંધ આજે રાત્રે 9 ઓક્ટોબર 10 વાગ્યાથી શરુ થઈ 10 ઓક્ટોબરના રાત્રે 10 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી લાગુ રહેશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આજે સવારથી જ દિલ્હીને જાણે તાળુ મારવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ લોકોએ જોયો હતો. શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી શનિવાર સુધી 57 મેટ્રો સ્ટેશનોમાં એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરાયા છે. ઉપરાંત અન્ય રાજ્યોથી દિલ્હી આવતી ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. ઘણા યુવાનો કે જેઓ અમુક ટ્રેનમાં બેસી દિલ્હી આવી રહ્યા હતા તેમને પણ ટ્રેન રોકી ઉતારી દેવામાં આવ્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular