Delhi Lock CEC Gyanesh Kumar PM Modi, Rahul Gandhi, CJP, Abhijit Deepke, Dhruv rathee, Prakash Raj: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દેશ ભરમાં ના માત્ર જ્ઞાનેશ કુમાર પરંતુ સમગ્ર સરકારી સિસ્ટમને લઈને લોકોમાં નારાજગી છે. નરેન્દ્ર મોદી સરકાર પર આટલી નારાજગી અગાઉ રસ્તાઓ પર જોવા મળી નહોતી જેવી અત્યારે જોવા મળી રહી છે. એક તરફ દિલ્હીની જાણે જડબેસલાક રીતે તાળાબંધી કરી દેવામાં આવી હોય તે રીતે ટ્રેન સહિતના ટ્રાન્સપોર્ટ્સમાં યુવાનો ખાસ કરીને સમસ્યા સહન કરી કર્યા છે. ત્યાં બીજી તરફ વિપક્ષી નેતાઓએ આ મામલામાં રાષ્ટ્રપતિને મળવાનું અને તેમને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા મામલે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. 10 વિપક્ષી નેતાઓ આજે જ રાત્રે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળવાના છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષી નેતાઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ છેલ્લા ત્રણ દિવસથી રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિપક્ષના 10 નેતાઓને આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત માટે સમય આપ્યો છે. આ મુલાકાત દરમિયાન વિપક્ષી નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોતાની ફરિયાદો રજૂ કરે તેવી શક્યતા મીડિયા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, શનિવારે કોકરોચ જનતા પાર્ટી પણ ફરી એકવાર જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. જેને લઈને દિલ્હીને જાણે તંત્રએ તાળુ મારી દીધું હોય તેમ કોઈ જંતર મંતર ન પહોંચે તેવી વ્યવસ્થાઓ કરી લીધી છે. આ મામલાથી વિપક્ષો નારાજ છે અને તેઓ આ મામલે રાષ્ટ્રપતિનું ધ્યાન દોરે તેવી આ મુલાકાત દરમિયાન સંભાવનાઓ દેખાઈ રહી છે.
રાષ્ટ્રપતિને મળનારા INDIA ગઠબંધનના પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, ઉમર અબ્દુલ્લા, એમ.એ. બેબી, ડી. રાજા, સુપ્રિયા સુળે, થિરુમાવલવન, મનોજ ઝા અને રાજીવ રાયનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, ભાજપના સૂત્રોનો દાવો છે કે મુખ્ય ચૂંટણી કમિશનરનો મુદ્દો ઉઠાવવા અંગે INDIA ગઠબંધનમાં સર્વસંમતિ નથી. કોંગ્રેસ આ મુદ્દે આગેવાની લઈ રહી હોવાને કારણે કેટલાક સહયોગી પક્ષો નારાજ હોવાનું પણ ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. આ જ કારણસર શરદ પવાર, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ જેવા નેતાઓ રાષ્ટ્રપતિને મળનારા પ્રતિનિધિમંડળમાં સામેલ નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરી શકાય કે કેમ તે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચાનો વિષય બની શકે છે. અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ વિપક્ષી નેતાઓને આ અંગેની કાનૂની સ્થિતિથી માહિતગાર કરી શકે છે અને કોઈ મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ પણ થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે બંધારણમાં નિષ્કાસનની પ્રક્રિયાની જોગવાઈ છે. આ માટે માત્ર બે આધાર માન્ય છે—સાબિત થયેલું ગેરવર્તન અથવા અક્ષમતા. મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની દરખાસ્ત સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે. આ દરખાસ્ત માટે લોકસભાના ઓછામાં ઓછા 100 અથવા રાજ્યસભાના 50 સભ્યોની સહી જરૂરી છે.
સહી કરાયેલી દરખાસ્ત સંબંધિત ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેઓ દરખાસ્ત સ્વીકારવી કે નકારવી તે અંગે નિર્ણય લઈ શકે છે. જો આક્ષેપો સ્વીકારવામાં આવે, તો તેમની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવે છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રીનો સમાવેશ થાય છે. સમિતિ આક્ષેપોની તપાસ કરે છે અને મુખ્ય ચૂંટણી કમિશનરને પોતાનો બચાવ રજૂ કરવાની તક પણ મળે છે. જો તપાસમાં આક્ષેપો સાબિત ન થાય, તો દરખાસ્ત પાછી ખેંચાઈ જાય છે અને કાર્યવાહી પૂર્ણ થાય છે.
જો તપાસ સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનરને ગેરવર્તન માટે દોષિત અથવા અક્ષમ ઠરાવે, તો તેનો અહેવાલ તે ગૃહમાં રજૂ કરવામાં આવે છે જ્યાં મૂળ દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારબાદ દરખાસ્ત પસાર કરવા માટે સંસદનાં બંને ગૃહોમાં વિશેષ બહુમતી જરૂરી છે. વિશેષ બહુમતીનો અર્થ ગૃહની કુલ સભ્યસંખ્યાના બહુમતી સભ્યોનું સમર્થન તેમજ હાજર રહીને મતદાન કરનારા સભ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન થાય છે. આમ, મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયામાં તપાસ સમિતિનો અહેવાલ અને સંસદનાં બંને ગૃહોમાં જરૂરી વિશેષ બહુમતી મહત્વપૂર્ણ છે.








