Sunday, August 16, 2026
HomeNationalPM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને નડ્યો અકસ્માત, પુત્ર-પુત્રવધૂને ગંભીર ઈજા

PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને નડ્યો અકસ્માત, પુત્ર-પુત્રવધૂને ગંભીર ઈજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના ભાઈ પ્રહ્લાદ મોદી (Prahlad Modi) માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. મંગળવારે કર્ણાટકના મૈસુરમાં તેમની કારનો અકસ્માત (Car Accident) થયો હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસુરની બહાર કડકોલ્લા નામના વિસ્તારની નજીક બની હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બપોરે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે પ્રહ્લાદ મોદી મૈસુર (Mysuru)થી ચામરાજનગર અને બાંદીપુર વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા.

કારમાં પ્રહ્લાદ મોદી, તેમનો પુત્ર અને પુત્રવધૂ સવાર હતા, અકસ્માતમાં તેઓ તમામ ઘાયલ (Injured) થયા છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા દરમિયાન માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.

- Advertisement -

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ થઈ છે, તમામને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે કાર મૈસૂર (કર્ણાટક) પાસેથી બાંદીપુરા તરફ જઈ રહી હતી. તે દરમિયાન કડાકોલામાં કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની કારનો આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો.

Tag: PM Narendra Modi’s Brother Prahlad Modi injured in car accident.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular