Friday, June 5, 2026
HomeGujaratપંચમહાલના શહેરા ખાતે અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસકર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ...

પંચમહાલના શહેરા ખાતે અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસકર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, લાભી ગામ હીબકે ચઢ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલ: પંચમહાલ(Panchmahal) જીલ્લાના શહેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતા હાલોલ- શામળાજી હાઈવે માર્ગ પર બાઈક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં ગોધરા એ ડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું મોત થયું હતું.જેના પગલે પરિવારજનો અને પોલીસબેડામાં ગમનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે શહેરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી છે. ત્યારે લાભી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

guard of honor of policeman died
guard of honor of policeman died

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના લાભી ગામે રહેતા અને ગોધરા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષભાઈ ભેમાભાઈ પગી પોતાની બાઈક પર પસાર થતા હતા. તે સમયે એક ગફલતભરી રીતે હંકારી આવતા ટ્રેકટરના ચાલકે અક્સ્માત કર્યો હતો, અકસ્માતના પગલે તેઓ રોડ પર પટકાયા હતા. અને પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આ મામલે તેમને સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડવામા આવ્યા હતા, પણ ગંભીર ઈજાઓને લીધે તેમનું દુઃખદ અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતા તેમના પિતા સહિત લાભી ગામના અગ્રણીઓ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પોતાનો યુવાન પુત્ર ગુમાવતા પરિવારજનોમા શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બનાવના પગલે ગોધરાથી ડીવાયએસીપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
Police Jawan Martyr shahera
Police Jawan Martyr shahera

આ મામલે પોલીસકર્મીના પિતા દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મંગળવારે બપોરે શૈલેષભાઈની અંતિમયાત્રા લાભી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં પંચમહાલ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડઓફ ઓનર આપી સન્માન આપી પુષ્પાજંલી અર્પણ કરવામા આવી હતી. બાદમાં મરડેશ્વર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેમની વિદાય આપતી વખતે આખું ગામ હીબકે ચઢ્યું હતું અને ભારે હદયે વિદાય આપી હતી.

(માહિતી સંકલન: વિજય સોલંકી. પંચમહાલ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular