Thursday, April 16, 2026
HomeGeneralPM મોદીને મારી નાખવાની આવી અજીબ ધમકી, Emailમાં લખ્યું- 'સ્યૂસાઈડ કરી રહ્યો...

PM મોદીને મારી નાખવાની આવી અજીબ ધમકી, Emailમાં લખ્યું- ‘સ્યૂસાઈડ કરી રહ્યો છું કારણ કે…’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારીનાખવા માટે એક અજીબ ધમકી મળી છે. આ ઈમેઈલ દ્વારા આવેલી પીએમ મોદીને મારવાની આ ધમકીની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની મુંબઈ શાખા તેની તપાસ કરી રહી છે. આ ધમકીને અજીબ એટલે કહેવાઈ છે કે ઈમેઈલ મોકલનાર આ ધમકી ભર્યા ઈમેલમાં કહે છે કે સ્યૂસાઈડ કરી રહ્યો છે જેથી આ પુરા ષડયંત્રનો પર્દાફાશ ના થઈ શકે.



આ ધમકી ભર્યા ઈમેઈલમાં કહેવાયું છે કે પીએમ મોદીને મારવા માટે 20 સ્લીપર સેલ તૈયાર છે અને તેમની પાસે કુલ 20 કિલો આરડીએક્સ છે. ઈમેઈલ કરનારા શખ્સનું કહેવું છે કે આ હુમલાની પુરી યોજના તૈયાર થઈ ગઈ છે. તેણે ઈમેઈલમાં એવું લખ્યું છે કે તેના અનેક આતંકીઓ સાથે સંબંધ છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ આ ધમકી ભર્યા મેઈલને ગુપ્તચર વિભાગ અને સુરક્ષા એજન્સીઓને મોકલ્યો છે. જે મેઈલ આઈડીથી પ્રધાનમંત્રી નરેન્દર્ મોદીને મારવા અંગે કહેવામાં આવ્યું હતું તેની સઘન તપાસ થઈ રહી છે.



ગુપ્ત સૂત્રો તરફથી મળી રહેલી માહિતી માનીએ તો કહેવાયું છે કે, પીએમ મોદીને 20 કિલો આરડીએક્સથી મારવા માટે સ્લીપર સેલ્સ દ્વારા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું છે. એજન્સીઓ આ અંગેની માહિતીઓ મેળવી રહી છે. ઈમેઈલ મુજબ હુમલાની યોજના તૈયારી થઈ ચુકી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular