Monday, August 10, 2026
HomeGujaratRajkotપાયલોટે પ્લેન ઉડાવવાની ચોખ્ખી ના પાડતા સાંસદો સહિત મુસાફરો રાજકોટમાં અટવાયા

પાયલોટે પ્લેન ઉડાવવાની ચોખ્ખી ના પાડતા સાંસદો સહિત મુસાફરો રાજકોટમાં અટવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: કામના કલાકો પ્રત્યે સજાગ એર ઈન્ડીયાના (Air India) પાયલોટે ગતરોજ ત્રણ-ત્રણ સાંસદો સહિત કેટલાય મુસાફરો અટવાઈ ગયા હતા. પાયલોટને મનાવવા માટે સાંસદ સહિતના લોકોએ પ્રયાસ કર્યો હતો પણ પાયલોટ કોઈ સંજોગે પ્લેન ઉડાવશે નહીં તે વાત પરથી ટસના મસ થયા નહીં. જેના કારણે સાંસદોને દિલ્હી પહોંચવા માટે જામનગર અને અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જવું પડ્યું હતું જ્યારે એક સાંસદે તો દિલ્હીનો પ્રવાસ જ રદ્દ કરી નાખ્યો હતો.

મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે રાજકોટથી દિલ્હી જતી એરઈન્ડિયા ફ્લાઈટના પાયલોટના કામનો સમયગાળો રાજકોટમાં પૂર્ણ થઈ રહ્યો હતો. જેના કારણે તે નવી ઉડાન ભરે નહીં. જેના કારણે ગતરોજ દિલ્હી જવા માટે નિકળેલા નવા રાજ્યસભા સાંસદ કેસરીસિંહ ઝાલા, જામનગરના સાંસદ પુનમબેન માડમ અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયા સહિત 100 જેટલા પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. પાયલોટે તેનો કાર્યનો સમય પૂર્ણ થતો હોય ઉડાન ભરવાની ના ભણી દેતા મુસાફરો અને સાંસદો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેના પરિણામે સાંસદોએ પણ પાયલોટને ઉડાન ભરવા માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો પણ પાટલોટે કોઈ પણ સંજોગે ઉડાન નહીં ભરે તેવી વાત કરી દેતા સમજાવટ નિષ્ફળ રહી હતી.

- Advertisement -

પાયલોટે ઉડાન ભરવાની ના કહી દેતા એરઈન્ડિયાએ દિલ્હી જતા ફ્લાઈટ જ રદ કરી દેવી પડી હતી. જેના કારણે સાંસદ મોહન કુંડારીયાએ તો દિલ્હી જવાનું માંડી વાળ્યું હતું. પરંતુ અહેવાલ મળે છે તે મુજબ કેસરીદેવસિંહે અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ પકડી હતી, જ્યારે પુનમ માડમે જામનગરથી દિલ્હી જતી ફ્લાઈટ પકડી હતી. મહત્વની વાત છે કે હાલ દેશની સંસદનું સત્ર ચાલુ હોય સાંસદોને હાજરી આપવી જરૂરી હોય તેમને કોઈ પણ સંજોગે દિલ્હી પહોંચવુ પડે તેમ હોય છે.

અત્રે સવાલ એ પેદા થાય છે કે, પાયલોટની ટ્રીપ પૂર્ણ થયે તેનો કાર્યનો સમય પણ પૂર્ણ થઈ જશે તે વાતથી એરઈન્ડિયા શું અજાણ હશે ? શું એરઈન્ડિયાએ ઉડાન ભરતા પહેલા જ પાઇલોટના કામના સમયનો અંદાજ નહીં રાખ્યો હોય ? ખેર જે થયું તે પણ એરઈન્ડિયાના મુસાફરો કાલે આ માથાકૂટના કારણે પરેશાન થયા હતા અને એરલાઇન્સ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular