Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો

અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Car Accident: અમદાવાદમાં રાત્રીના સમયે નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતને (ISKCON Bridge Accident) હજી તો એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં તો વધુ એક અકસ્માત (Road Accident) ગઈકાલ મોડી રાત્રે બન્યો છે. અમદાવાદના મણીનગર (Maninagar) વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ કાર પર કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની બાજુમાં રહેલા બાકડા પર જઈને અથડાઈ હતી. આ અકસ્માત સર્જાયો તે સમયે બાકડા પર બેઠેલા લોકોએ સમય સુચકતા દાખવીને ખસી જતાં જાનહાની ટળી હતી.

ahmedabad maninagar Car accident
ahmedabad maninagar Car accident

પ્રાપ્ત વિગત અનુસરાર, અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં આવેલા જવાર ચોક ચાર રસ્તા નજીક કાર નંબર GJ 27 AP 4361એ અકસ્માત સર્જયો હતો. કાર ચાલકે સ્ટિંયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની સાઈડમાં આવેલા બાકડા પર જઈને અથડાઈ હતી. આ અકસ્માત સર્જાયો તે સમયે કેટેલાક લોકો બાકડા પર બેઠા હતા. પરંતું તેઓએ સમય સુચકતા દાખવીને ખસી જતાં જાનહાની ટળી હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને સમગ્ર અકસ્માત અંગેની જાણ પોલીસને કરી હતી.

- Advertisement -

સ્થાનિક લોકોને કારમાંથી બીયરની બોટલો દેખાઈ આવતા કાર ચાલક નબીરાને પકડી રાખીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસને કારમાંથી એક ખાલી અને બે ભરેલી બીયરની બોટલ મળી આવી હતી. સાથે જ કાર ચાલક બીયર પીને કાર ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. સમગ્ર અકસ્માત અંગે જે ટ્રાફિક પોલીસએ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને ઈસનપુર વિસ્તારનો રહેવાસી કેદાર દવેની ધરપકડ કરી છે. સાથે જ કારમાં સવાર લોકોએ બીયર પીધી હોવાના કારણે પ્રીત સોની, ઋત્વિક માંડલિયા, સ્વરાજ જાદવ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગત બુધવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને નવ લોકોના જીવન કચડાઈ ગયા હતા, ત્યારે ગઈકાલ મોડી રાત્રે રાત્રીના સમયે ફરી એક અકસ્માત સર્જાયો, જેમાં નબીરો દારૂ પીને કાર ચલાવતો હતો. જે પ્રકારે એક જ અઠવાડિયાની અંદર અકસ્માતની બે ઘટનાઓ બની છે. તે જોતા રાત્રીના સમયે બેફામ વાહન ચલાવતા નબીરાઓ પર અંકુશ લાવવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ નિવડી હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ શુક્રવારની રાત્રે SOG દ્વારા સીંધુભવન રોડ અને એસ. જી. હાઈવેના કાફે અને રસ્તાઓ પર હાવન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા પર મોટા ભાગના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીં સવાલ થાય કે શું આ પ્રકારની કાર્યવાહી એક દિવસ કરવાથી બેફાસ વાહન હાકતા નબીરાઓ અંકુશ લાવી શકાશે? ગુજરાતમાં દારૂબંઘી હોવાના પોલીસ અને ગુજરાત સરકાર દોવા કરે છે, તો શું ગઈકાલે જે નબીરાઓએ દારૂપીને અકસ્માત સર્જયો તો તે નબીરાઓ દારૂની બોટલ અલાદ્દીનનો ચીરાગ ઘસીને લાવ્યા હશે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular