Sunday, July 5, 2026
HomeGeneral4 હજાર રૂપિયા માટે પાટણના તલાટીએ ઈજ્જત પર ચોપડ્યો ચૂનોઃ જાણો શું...

4 હજાર રૂપિયા માટે પાટણના તલાટીએ ઈજ્જત પર ચોપડ્યો ચૂનોઃ જાણો શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણઃ પાટણમાં ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. ફરિયાદીને આવક અને આકરણીનો દાખલો કઢાવવા માટે તલાટીએ 4 હજારની લાંચ માંગી હતી.



માહિતી અનુસાર, ફરીયાદીએ લાઇટ કનેકશન મેળવવા માટે મકાનના આકારણીનો દાખલો અને આવકના દાખલાની જરૂરીયાત હોવાથી સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામ પંચાયત ગયા હતા. જ્યા આકારણીનો દાખલો અને આવકના દાખલો કાઢી આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા ૪૩૫૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા ન હોવાથી એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

ફરિયાદીના ફરિયાદના આધારે એસીબીએ નવા બસ સ્ટેન્ડની સામે લાંચના છટકાનું આયોજન કર્યુ હયુ. છટકા દરમિયાન તલાટી કમ મંત્રી મનીષ નારણભાઇ મકવાણાનાએ ફરીયાદી સાથે લાંચની માંગણીની વાતચીત કરી દીલીપ મફતલાલ મકવાણા ( ખાનગી વ્યક્તિ )ને આપવાનું કહેતા દિલીપેએ લાંચની રકમ રૂા.૪૩૫૦/-સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular