Sunday, July 5, 2026
HomeGeneralવિધાનસભા ચૂંટણીનાં પ્રચારનો આરંભ કરાવવા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો શું...

વિધાનસભા ચૂંટણીનાં પ્રચારનો આરંભ કરાવવા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો શું આયોજન કરવામાં આવશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વર્ષે યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી અપેક્ષિત સમય કરતાં વહેલા થઈ શકે છે, લોકો આવી ચર્ચા કરી રહ્યા છે કારણ કે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી, ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવ્યા હતા.



આ ઉપરાંત આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત મુલાકાત પર આવ્યા હતા. હવે નેશનલ કોંગ્રેસનાં રાહુલ ગાંધી આગામી 1 મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે.

ગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે અને ગુજરાતમાં આદિવાસી સમાજના લોકો સાથે થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં સરકાર સામે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવશે. આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રા માટેનું આયોજન કરવા માટે બેઠક મળશે જેમાં ગુજરાત કોંગ્રેસનાં આદિવાસી અને અન્ય સમાજના ધારાસભ્યોએ ભાગ લેશે અને આ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળશે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular