Saturday, August 8, 2026
HomeGujaratસિદ્ઘપુરમાં યુવતીના મૃતદેહના ટુકાડા મળવાનો મામલો! હત્યા ન થઈ હોવાનો થયો ખુલાસો

સિદ્ઘપુરમાં યુવતીના મૃતદેહના ટુકાડા મળવાનો મામલો! હત્યા ન થઈ હોવાનો થયો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સિદ્ધપુર: પાટણ (Patan)જિલ્લાના સિદ્ધપુરમાં (Siddhpur) પાણીની લાઈનમાંથી યુવતીના મૃતદેહના ટુકાડા મળી આવવા મામલે નવા ખુલાસા થયા છે. જેમાં માનવ શરીરના અવશેષો (Human Remains) યુવતીના હોવાનું સામે આવ્યુ છે. મૃતદેહના ટુકાડાઓ એકત્રિત કરી પોસ્ટમાર્ટમ કરતા હત્યા ન થયા હોવાનું સામે આવ્યું છે અને પાણીના પ્રવાહથી મૃતદેહના ટુકડા થયા હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ આ મૃતદેહ કોનો છે તેની ઓળખ થઈ શકી નથી.

સિદ્ઘપુરમાં એક યુવતી 12 દિવસ પહેલા ગુમ થઈ હતી, જેની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી. જેના પગલે આ ઘટનાને એ યુવતી સાથે જોડીને જોવામાં આવી રહી છે અને ગતરોજ યુવતી ટાંકી તરફ જતી હોવાના CCTV પણ સામે આવ્યા હતા. જ્યારે પાલિકાની ટીમ ખોદકામ કરી હતી તે દરમિયાન મૃતદેહના ટુકાડા સાથે દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે યુવતીનો હોવાનું પરિજનોએ જણાવ્યું હતું. જોકે આ મામલે યુવતીના માત-પિતાના DNAની મૃતદેહ સાથે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી, જેને લઇ સૌ કોઈ દ્વારા આ મૃતદેહ યુવતીનો જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લના સિદ્ધપુરમાં પાણીની પાઈપ લાઈનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બે અલગ-અલગ જગ્યાથી એક જ યુવતીના શરીરના અંગો મળી આવતા પોલીસે પણ દોડતી થઈ હતી. હાલ પાટણ LCBની ટીમ સાથે સ્થાનિક પોલીસની બે જેટલીટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ છે. હાલ પોલીસ યુવતીની હત્યા નથી થઈ તો યુવતીનો મૃતદેહ ટાંકીમાં આવ્યો કેવી રીતે તે દિશામાં તપાસ કરી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular