Sunday, April 26, 2026
HomeGeneralઆજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, વિપક્ષ પેગાસસ મુદ્દે સરકારને ઘેરશે

આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, વિપક્ષ પેગાસસ મુદ્દે સરકારને ઘેરશે

- Advertisement -

નવજીવન ન્યુઝ.નવીદિલ્હી: આજથી સંસદનું બજેટ શરૂ થઈ રહ્યું છે. આ સસંદના બજેટ સત્રમાં વિપક્ષ પેગાસસ જાસૂસી કેસ, લદ્દાખમાં ચીનની ઘૂસણ ખોરી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયાર કરી છે. બજેટ સત્રના પહેલા દિવસ સોમવાર 31 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સભ્યોની સંયુક્ત બેઠકમાં સંબોધિત કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22 માટેનો આર્થિક સર્વે ગૃહમાં રજૂ કરશે. બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સત્રની શરૂઆત પહેલા સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે અને વિરોધ પક્ષો દ્વારા આમાં જે પણ મુદ્દા મૂકવામાં આવશે તેના પર વિચાર કરવામાં આવશે.


- Advertisement -

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજાશે.
જેથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી શકાય. બજેટ સત્રના પ્રથમ બે દિવસમાં ઝીરો અવર અને પ્રશ્નકાળ નહીં હોય.

લોકસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણનો આભાર પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. સંભવિત છે કે પીએમ નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે. લોકસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 4 દિવસનો સમય રાખવામાં આવ્યો છે જે 2 ફેબ્રુઆરીથી શરૂ થશે.
સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી, વિવિધ વિભાગોની બજેટ ફાળવણી પર વિચારણા કરવા માટે રજા રહેશે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિનું સંબોધન સોમવાર, 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે થશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક મળશે અને તે જ દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. 2 ફેબ્રુઆરીથી લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલશે.


કોરોનાને ધ્યાનમાં રાખીને નીચલા ગૃહની બેઠક દરમિયાન બંને ગૃહોની ચેમ્બર અને ગેલેરીઓનો ઉપયોગ સભ્યોને બેસવા માટે કરવામાં આવશે. બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 10 બેઠકો અને બીજા તબક્કામાં 19 બેઠકો યોજાશે.બજેટ સત્રનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

- Advertisement -

મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટ સત્રમાં કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, MSP, પેગાસસ જાસૂસી કાંડ, સરહદ પર ચીન સાથેની ગતિરોધ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો નિર્ણય લીધો છે. પાર્ટી કહે છે – ‘સીમા પર ચીનની વધતી જતી આક્રમકતા અને તેની સાથે ચાલી રહેલી ગતિરોધ, મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, એર ઈન્ડિયા અને અન્ય સરકારી કંપનીઓનું ખાનગીકરણ અને ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે સરકાર પાસેથી જવાબ માંગવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular