Tuesday, June 23, 2026
HomeGeneralપંચમહાલ: શહેરાની 7 વર્ષની બાળકીનું અપહરણ કરનારને પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા...

પંચમહાલ: શહેરાની 7 વર્ષની બાળકીનું અપહરણ કરનારને પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરાની મદદથી ઝડપ્યો

- Advertisement -

નવજીવન.ગોધરા: ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાંથી લિફ્ટ આપવાના બહાને એક શહેરાના સિનીયર સિટીજન અને તેની સાત વર્ષની પૌત્રીને પલ્સર બાઈક પર બેસાડીને લૂણાવાડા રોડ જીઆઈડીસી પાસે સિનીયર સીટીજનને માર મારીને તેમની પાસે રહેલી રોકડ રકમ લૂંટીને સાત વર્ષની પૌત્રીનું અપહરણ કરવાની લૂંટ કરવાના ચકચારી બનાવનો ભેદ પંચમહાલ જીલ્લાની પોલીસ ટીમે ગોધરા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં ઉકેલી પાડ્યો છે. પોલીસે ગોધરા તાલૂકાના સામલી બેટીયા ગામે રહેતા રોશન ચૌહાણને ઝડપી પાડ્યો હતો. આરોપીના ઘરેથી અપહરણ કરાયેલી પૌત્રી સહીસલામત રીતે છુટકારો કરાવ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે અપહરણ અને લૂંટનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



- Advertisement -

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે રહેતા પ્રફુલ્લભાઈ પોતાની પૌત્રીને લઇને લાલબાગ વિસ્તારમાં પાણીપુરી ખવડાવવા આવ્યા હતા.તે દરમિયાન એક ઈસમ ગોધરા તાલૂકાના સામલી બેટીયા ગામે દેવતલાવડી ફળીયામાં રહેતો રોશન ઉર્ફ નાનાભાઈ ચૌહાણ લાલ કલરની પલ્સર બાઈક લઈને આવ્યો હતો અને પ્રફુલભાઈને જણાવ્યું હતું કે તમારો છોકરો રસોઈ બનાવે છે. હું તેમને ઓળખુ છું. તમે બાઈક પર બેસી જાવ તમારે જ્યા જવુ હશે ત્યા છોડી દઈશ તેમ કહીને દાદા-પૌત્રીને બાઈક પર બેસાડ્યા હતા અને લુણાવાડા રોડ તરફ લઈ જઈ રહ્યો હતો. પ્રફુલ્લભાઈએ બાઇક ઉભી રાખવા જણાવતા રોશન ચૌહાણે જાનથી મારી નાખવાની ધમકી આપીને પ્રફુલ્લભાઈને ધકકો મારીને પાડી દઈને તેમની પાસે રહેલી રોકડ રકમ લૂંટી દીધી હતી. તેમની સાત વર્ષની પૌત્રી જાનકીને લઈને પણ ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસ કંન્ટ્રોલ રૂમમાં કરવામાં આવતા પંચમહાલ પોલીસ એકશનમાં આવી હતી. ગોધરા શહેર એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજી, પેરોલ ફ્લો સ્કવોર્ડ ટીમ સહિત અન્ય પોલીસ સ્ટેશનની ટીમો SP ડો.લીના પાટીલ અને DYSP સી.સી.ખટાણાના માર્ગદર્શન હેઠળ કામે લાગી હતી. પોલીસને સફળતા મળી હતી. આરોપીને રોશન ઉર્ફ નાનુભાઈ ચૌહાણને ગણતરીના કલાકોમાં સામલી ખાતે આવેલા તેના ઘરેથી જ પોલીસ ટીમે ઝડપી પાડ્યો. ઘરેથી અપહરણ કરાયેલી પૌત્રી જાનકી પણ સહીસલામત રીતે મળી આવી હતી.

સાથે લૂંટી લીધેલા રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન સહિતનો મૂદ્દામાલ કબજે કર્યો છે. ઇજાગ્રસ્ત બનેલા પ્રફૂલ્લભાઈ શાહને ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આરોપીને ઝડપી પાડ્યા બાદ એસપી કચેરી ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીનાબેન પાટીલે પત્રકાર પરીષદ યોજીને સમગ્ર મામલાની વિગતવાર માહીતી આપી હતી. પોલીસે આ મામલે આરોપી સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરીને કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.



- Advertisement -

સાત વર્ષની બાળકીનુ પલ્સર બાઈક ચાલકે અપહરણ કર્યુ હોવાની જાણ થયા બાદ જીલ્લાની પોલીસ ટીમો આરોપીને શોધવા કામે લાગી ગઈ હતી. જેમાં એક પોલીસની ટીમે ગોધરા નગરમા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવામા આવેલા સીસીટીવી કેમરાના ફૂટેજ ખોળવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલરૂમ ખાતે ફૂટેજ ખોળતા આરોપી રોશન ચૌહાણ બાળકીને પલ્સર બાઇક પર આગળના ભાગે અને પાછળ પ્રફૂલ્લ શાહને બેસાડીને જતો હોવાના ફૂટેજ મળ્યા હતા. જેમાં પ્લસર બાઈકનો નંબર દેખાતા આરોપીની વિગતો મળી જતા આરોપીને દબોચી લેવામા આવ્યો હતો. આરોપીએ પોતાને સંતાન ન હોવાથી બાળકીને પોતાના સંતાન તરીકે રાખવા બાળકીને સાથે લઈ જવાની હોવાની કેફીયત રજૂ કરી હતી. આરોપી રોશન ચૌહાણ પોતે લૂંટની ઘટનાઓને અંજામ આપવા માટે સિનીયર સીટીજનોને ટાર્ગેટ કરતો હતો. જેમાં એકલવાયા સિનીયર સીટીજનોને
લીફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને પાસે રહેલી રોકડ રકમ સહિતની વસ્તુઓની લૂંટના ગુનાને અંજામ આપતો હતો. આ પહેલા પણ શહેરા પોલીસ મથકમાં આ રોશન ચૌહાણ સામે બે ગૂના નોધાયા હોવાની વિગતો સામે આવી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular