વિશાલ મિસ્ત્રી (નવજીવન રાજપીપળા): ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે આખરે એક જિલ્લા નર્મદા જિલ્લા તડીપાર કર્યા છે. હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે. ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ દરમિયાન ડેડીયાપાડામાં 3, રાજપીપળામાં 1 અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ થયો હતો. આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ મારમારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી. આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં બોલાવાયા હતા એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.
આ મામલે નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગરીબોના હક માટે લડનાર ભાજપ સરકાર વિરુદ્ધ સુર ઉભો કરનાર તમામ લોકોને ગુંડા એક્ટ અને તડીપાર એક્ટનો ઉપયોગ કરી કાયદાનો દુરુપયોગ કરી હક અધિકારની લડાઈને ડામી દેવા માંગે છે.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.