નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ (Gujarat Police) સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અસામાજીક તત્ત્વોના જાહેરમાં આંતક મચાવતા જે દૃશ્યો સામે આવી રહ્યા છે તે વિચલીત કરે તેવા હોય છે. તેમજ ગુનેગારોની ટેકનોલોજીના યુગમાં ગુના આચરવાની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ છે. કેટલાક ગંભીર પ્રકારના ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ ઝડપી સફળ નથી થતી તેથી હવે સ્નિફર ડોગ્સનો (Sniffer Dogs) સહારો લઈ આરોપીને વહેલી તકે ઝડપી લે છે. આવા 8 ગુના સ્નિફર ડોગની મદદથી 6 મહીનામાં ઉકેલાયા છે.
પાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં છેલ્લા ધણા સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, દિવસેને દિવસે રાજ્યમાં ડ્રગ્સ સહીત અનેક નશાકાર પદાર્થો પોલીસ ઝડપે છે. ચોરી, લુંટ, હત્યા, ધાડ, બળાત્કાર સહીત અનેક ધટનાઓ સતત બનતી હોય છે. ગુજરાત પોલીસ પણ આરોપીઓને શોધવા ટેકનોલોજી અને બાતમીદારોના સાથે હવે સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરી રહી છે, જેથી ગુના ઝડપી ઉકેલાય અને આરોપીને પકડી શકાય. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં પોલીસે સ્નિફર ડોગ્સની મદદથી સફળતાપૂર્વક 8 ગુનાઓ ઉકેલ્યા છે. જેમા NDPSના બે કેસ, હત્યાનો એક કેસ, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ડોગના અલગ અલગ નામ પણ રાખવામા આવ્યા છે. સાથે તેમના કરેલા કામની વાત કરીઓ તો તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો, ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના ત્રણ આરોપીઓને શોધ્યા હતા, જ્યારે 14 ઓક્ટોબરે ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્યમાં 1 કરોડ 7 લાખની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કર્યો હતો. તેમજ બહુ ગંભીર સુરત ગ્રામ્ય બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલું બાઇક શોધ્યું હતું.
તેમજ ‘કેપ્ટો’ ડોગે ધોરાજીમાં 12 કિલો ગાંજો શોધ્યો તેમજ 10 સપ્ટેમ્બરે પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.1.10 લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે 6 ઓગસ્ટે પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. સાથે 17 મેના રોજ વડોદરા ગ્રામ્યમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.
આ તમામ ડોગે છેલ્લા 6 મહીનામાં 8 ગુના ઉકેલવામાં સફળતા મળતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તાલિમબદ્ધ ડોગ્સ અને ડોગ હેન્ડલર સહિત કુશળ ટીમની પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવી બિરદાવ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796