Tuesday, March 17, 2026
HomeGujaratપાલનપુર અંબાજી હાઈવે પર બેફામ KTM ચાલકે યુવકને ટક્કર મારતા મોત

પાલનપુર અંબાજી હાઈવે પર બેફામ KTM ચાલકે યુવકને ટક્કર મારતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News : ગુજરાતના હાઈવે પર હવે વાહનો યમરાજ બનીને ફરતા હોય તેવી રીતે જુદા-જુદા જિલ્લામાં રોજ ગમખ્વાર અકસ્માતની (Road Accident) ઘટના બની રહી છે. કેટલાક લોકો હાઈવે પર એટલા બેફામ બની વાહન હંકરાતા હોય છે કે, તેમના સાથે અન્ય લોકોના જીવ પણ જોખમ મૂકે છે. ત્યારે આવી જ બાઈક ચાલકની બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિને જીવથી હાથ ધોવાનો વખત આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે (Palanpur Ambaji highway) પર બે બાઈક વચ્ચે અકસ્માતની (Bike Accident) ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ અંગે અજાણ્યા બાઈક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર રાત્રિ 8 વાગ્યાના અરસામાં બારડપુરાના મારૂવાસમાં રહેતા પરેશભાઈ બાઈક લઈને પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ધનિયાણ ચોક પાસે એક બેફામ KTM બાઈક ચાલક પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. તેણે બેદરકારીપૂર્વક હંકારી પરેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેથી પરેશભાઈ ચાલુ બાઈકે જમીન પરથી નીચે પટાકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ KTM બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના ટોળાટોળા ઉમટી પડ્યા હતા. એકત્રિત થયેલા લોકોએ ઈજાગ્રસ્ત પરેશભાઈને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફતે સારવાર માટે બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલ લઈ મોકલી આપ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પરેશભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

- Advertisement -

ઘટનાની જાણ હોસ્પિટલ તંત્રએ પોલીસને કરતા પાલનપુર તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બાબતે મૃતકનું પંચનામું કરી આ બાબતની જાણ મૃતકના પરિવારને કરતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરેશભાઈના મૃત્યુથી હોસ્પિટલમાં પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈ પાલનપુર તાલુકા પોલીસે KTM બાઈક ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી આરોપીની પકડવા તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular