ન્યુયોર્ક રો સુગર ઓક્ટોબર વાયદો ઓક્ટોબર ૨૦૨૨ પછીની નીચી સપાટી નજીક
નિકસ પર નિયંત્રણ ચાલુ રાખીને ભારતમાં ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું જોઈએ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સરેરાશ કરતા સારો વરસાદ, ભારતમાં ધરખમ શેરડી પાક લાણાશે, એવા આશાવાદે જાગતિક ખાંડ (Sugar) બજારના આંતરપ્રવાહને મંદી તરફી કરી નાખ્યો. ન્યુયોર્ક રો સુગર ઓક્ટોબર વાયદો શુક્રવારે ઇન્ટ્રાડેમાં ઓક્ટોબર ૨૦૨૨ પછીની નીચી સપાટી નજીક ૧૭.૮૪ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો. લંડન વ્હાઈટ સુગર પણ સવા બે વર્ષ તળિયે ગયો હતો. આગામી વર્ષે જગતમાં ખાંડની વિપુલ સપ્લાય ઉપલબ્ધ હશે, એવા અનુમાન પર છેલ્લા એક મહિનાથી ભાવ દબાતા રહ્યા છે.
રવિવારે ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે ૧૧ ઓગસ્ટ સુધીમાં ૫૭૯.૭ મીલીમીટર વરસાદ પડી ગયો છે, જે લાંબાગાળાની સરેરાશ ૪૮૧.૯ મીલીમીટર કરતા ૭ ટકા વધુ છે. ૨૦૨૩-૨૪મા ભારતનું સુગર ઉત્પાદન ૩૪૦ લાખ ટન અનુમાનિત છે, જે બ્રાઝીલ પછીના બીજા નંબરે છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનને ૩૦ જુલાઈએ અનુમાન રજુ કરતા કહ્યું છે ૨૦૨૪-૨૫મા ઉત્પાદન, વર્ષાનું વર્ષ બે ટકા ઓછું ૩૩૩.૧૦ લાખ ટન આવશે. અમેરિકન કૃષિ મંત્રાલયે આ અંદાજ ૩૪૫ લાખ ટન મુક્યો છે.
ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્સ્ચરર્સ એસોસિયેશને તેના અહેવાલમાં કહ્યું છે કે ૨૦૨૩-૨૪મા ભારત પાસે ૯૧ લાખ ટન સુગર અનામત હતી, અને હવે ૩૬ લાખ ટન પુરાંત રહેશે. ભારત સરકારે ૨૦૨૨-૨૩ની સુગર મોસમથી ઇથેનોલના ભાવ બદલાયા નથી. હાલમાં શેરડીના રસમાંથી બનતા ઇથેનોલનો ઉત્પાદન ખર્ચ પ્રતિ લીટર રૂ. ૬૫.૬૧ છે. જ્યારે બી-હેવી અને સી-હેવી મોલાસીસની પડતર અનુક્રમે રૂ. ૫૦.૭૩ અને ૫૬.૨૮ થાય છે.
એક જાણતલ સુત્રે કહ્યું કે ૨૦૨૩-૨૪નાં સપ્લાય વર્ષમાં સરકાર ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીનો રસ કે જ્યુસનો સીધો વપરાશ અટકાવીને થોડા દિવસમાજ ૧૭ લાખ ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલમાં વાળવાની પરવાનગી આપે તેવી શક્યતા છે. આ તરફ ઇન્ડીયન સુગર મિલ્સ એસોસિયેશનનું કહેવું છે કે ભારતમાં ખાંડનો પુરતો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી નિકસ પર નિયંત્રણ ચાલુ રાખીને ભારતમાં ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું જોઈએ.
બ્રાઝીલીયન ક્રોપ એજન્સી કોનાબ કહે છે કે સાઉથ સેન્ટ્રલ રાજ્યોમાં વર્તમાન વર્ષે જુલાઈ સુધીમાં સુગર ઉત્પાદન, વર્ષાનું વર્ષ ૮ ટકા વધીને ૨૦૭.૫૩ લાખ ટન આવશે. આ તરફ ભાવને ટેકો આપે તેવા સમાચાર ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન આપ્યા છે, ૨૦૨૩-૨૪નુ જાગતિક ઉત્પાદન, ફેબ્રુઆરીમાં ૬.૮૯ લાખ ટન ઓછું આવવાનો અંદાજ હતો. હવે આ ઉત્પાદન ખાધ ૨૯.૫ લાખ ટન મુકવામાં આવી છે. આ સાથે જ આઇએસઓ એ ભારતમાં ખાંડના વપરાશમાં ધરખમ વધારો થવાના સંકેત આપીને, ૨૦૨૩-૨૪નો વૈશ્વિક વપરાશ ૧૮૦૪ લાખ ટનથી વધારીને ૧૮૨૨ લાખ ટન મુક્યો હતો.
અમેરિકન કૃષિ મંત્રાલયે મેમાં અર્ધવાર્ષિક અહેવાલમાં કહ્યું કે ૨૦૨૪-૨૫નુ વૈશ્વિક ઉત્પાદન, વર્ષાનું વર્ષ ૧.૪ ટકા વધીને ૧૮૬૦.૨૪ લાખ ટન વિક્રમ આવશે, સામે વર્ષાનું વર્ષ વપરાશ ૦.૮ ટકા વધીને ૧૭૮૭.૮૮ લાખ ટન રહેવાનો અંદાજ છે. યુએસડીએ કહે છે કે ૨૦૨૪-૨૫નો જાગતિક વર્ષાંત સ્ટોક ૪,૭ ટકા ઘટીને ૩૮૩.૩૯ લાખ ટન અનુમાનિત છે.
થાઈલેન્ડની ખાંડ મિલો કહે છે કે આ વર્ષે શેરડી પિલાણમાંથી છેલ્લા ૧૩ વર્ષનું સૌથી ઓછું સુગર યીલ્ડ (ઉપજ) પ્રાપ્ત થશે. થાઈલેન્ડ સરકારે એપ્રિલમાં કહ્યું હતું કે ૨૦૨૩-૨૪ની મોસમમાં ડીસેમ્બર ૨૦૨૩થી ૧૭ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ઉત્પાદન ૮૭.૭ લાખ ટન આવ્યું હતું. ફેબ્રુઆરીમાં થાઈલેન્ડ સુગર મિલર્સ કોર્પોરેશને આ અંદાજ ૭૫ લાખ ટન મુક્યો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








