Friday, December 1, 2023
HomeBusinessચાંદીના મંદિવાળાઓએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા: નીચા ભાવે લેવાલી માટે રાહ...

ચાંદીના મંદિવાળાઓએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા: નીચા ભાવે લેવાલી માટે રાહ જુઓ

- Advertisement -

એકજ સપ્તાહમાં ચાંદી વાયદો ૩.૧ ટકા ઘટ્યો: અગાઉના ચાર સપ્તાહમાં ૧૯.૯ ટકા ઉછળ્યો હતો

ભારતમાં નીકળેલી જ્વેલરી અને ચાંદીના વાસણોની અંધાધૂંધ માંગ

- Advertisement -

મેટલ ફોકસે ચાંદીના સરેરાશ ભાવ વર્ષાનું વર્ષ ૧૬ ટકા નીચા નિર્ધારિત કર્યા અત્યારે ૧૪ ટકાનો ઘટાડો દાખવ છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : આખા વિશ્વનો જાણે અંત નજીક આવી ગયો હોય તેમ પાછલા ચાર સપ્તાહમાં સટ્ટોડીયા અને રોકાણકારોએ સોનાચાંદીમાં લૂટાલુંટ મચી હોય તેમ લેવાલી કરી હતી. આખા જગતમાં બેરોજગારીનો દર દાયકાઓ નીચે જતો રહ્યો છે, યુકેનો ગ્રાહક ભાવાંક વર્ષાનું વર્ષ ૧૧.૧ ટકા વટાવી ગયો હતો, આ સ્થિતિમાં ના તો ચાંદીની એવી કોઈ મોટી અછત નિર્માણ થઈ છે ન અમેરીકન રિઝર્વ બેંકની નીતિમાં કોઈ મોટું પરિવર્તન આવી ગયું છે. બસ ઘટના એ બની છે કે તાજેતરમાં મંદિવાળા ચાંદીમાં જે રીતે માથેમારી વેચવાની સરળતા ધરાવતા હતા, તેવી સ્થિતિ હવે તેજીવાળા માટે નિર્માણ થઈ છે. બજાર જ્યારે જ્યારે સંવેદનશીલ બને ત્યારે ત્યારે, મંદિવાળા વિકરાળ બની બજારમાં તાકાતનો પરચો બતતાવવા ઉતરી આવતા હોય છે. આવા સમયે તેઓ ક્યારેક હથિયાર હેઠા મૂકીને તેજીવાળાને કોઈ પણ ભોગે માલ લેવા આકર્ષિત કરતાં હોય છે.

ગત એકજ સપ્તાહમાં ચાંદી ડિસેમ્બર વાયદો ૩.૧ ટકા ઘટી શુક્રવારે ૨૦.૯૭ ડોલર પ્રતિ પાઉન્ડ (૩૧.૧૩૪૭ ગ્રામ) બંધ થઈ, સોમવારે ભાવ ૨૦.૭૨ ડોલર થયો હતો. તે અગાઉના છેલ્લા ચાર સપ્તાહમાં તે કૂલ ૧૯.૯ ટકા અથવા ૩.૬ ડોલર ઊછળી હતી. ગત સોમવારે ભાવ ૨૨.૧૧ ડોલર થયા તે, બે જૂન પછીનો નવો ઊંચો ભાવ હતો. વર્તમાન વર્ષમાં ચાંદી હજુ પણ ૧૦.૧ ટકાનો ઘટાડો દાખવે છે. બજાર જ્યારે બોટમ બનાવવા જઈ રહી હોય ત્યારે આપણે એ નક્કી નથી કરી શકતા કે આખરી બોટમ શું હશે. આવા સમયે ખરીદી માટે આપણો અભિગમ એવો હોવો જોઈએ કે બજાર જાય તેટલી નીચે જવા દેવી જોઈએ. જો તમારે લેવાલી કરવી જ હોય તો, ૧૦૦૦ ઔંસના ન્યુયોર્ક માર્ચ વાયદાને ૧૯.૫૦, ૧૮.૫૦, ૧૭.૫૦, ૧૬.૫૦ અને ૧૫.૫૦ ડોલરના ભાવથી લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જોઈએ.

- Advertisement -

મેટલ ફોકસે ચાંદીના સરેરાશ ભાવ વર્ષાનું વર્ષ ૧૬ ટકા નીચા નિર્ધારિત કર્યા છે. અલબત્ત, ૭ નવેમ્બર સુધીમાં ભાવ ૧૪ ટકાનો ઘટાડો દાખવતાં હતા. મેટલ ફોકસ તો ત્યાં સુધી માને છે કે યુએસ ફેડ સતત વ્યાજદર વધારતું રહેશે, અને બુલિયન મેટલમાં નફો મેળવવો અઘરો થઈ પડશે. આ બંનેની સંયુક્ત આસરે મજબૂત થતો ડોલર વધુ મક્કમ થશે, સાથે જ સોના ચાંદીના ભાવ પણ નીચે જવાનું દબાણ વધારશે.

સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનો તાજો અહેવાલ કહે છે કે આ વર્ષે ચાંદીની પુરવઠા ખાધ ૧૬ ટકા વધીને ૧.૨૧ અબજ ઔંસ થશે, જે એક દસકાની સૌથી વધુ હશે. આનું કારણ છે, ઔધ્યોગિક સાથે જાવેલરી, અને ચાંદીના વાસણોની માંગ વૃધ્ધિ તેમજ ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. ૨૦૨૧માં ચાંદીની ઔધ્યોગિક માંગ ૫૧૧૦ લાખ ઔંસ હતી તે ૨૦૨૨માં પાંચ ટકા વધીને ૫૩૯૦ લાખ ઔંસ નિર્ધારિત છે. આ વર્ષે ફિઝિકલ માંગ અગાઉના તમામ વિક્રમ તોડીને ૧૮ ટકા વૃધ્ધિ સાથે ૩૨૯૦ લાખ ઔંસ થશે. ભારતમાં નીકળેલી આંધળી ચાંદી માંગે જ્વેલરી અને ચાંદીના વાસણોની આ વર્ષની કૂલ જાગતિક માંગમાં અનુક્રમે ૨૯ ટકા વધી ૨૩૫૦ લાખ ઔંસ અને ૭૨ ટકાના વધારા સાથે ૭૩૦ લાખ ઔંસ થશે.  

અમારું માનવું છે કે યુએસ ફેડ જે રીતે રોકડ પ્રવાહિતાની વાટ લગાડી રહી છે, તે જોતાં જો વ્યૂહાત્મક રીતે ન્યુયોર્ક માર્ચ વાયદાના ૧૦૦૦ ઔંસના સોદાને તમારી કારન્સીમાં પરિવર્તિત કરી ધ્યાન કેન્દ્રિત કરો તો તે વાજબી ગણાશે. ૨૦૨૨માં ખાણમાંથી ચાંદીનું ઉત્પાદન વર્ષાનું વર્ષ ૧ ટકો વધીને ૮૩૦૦ લાખ ઔંસ થશે. તાજેતરમાં મેક્સિકો ખાતે અનેક નવી ખાણોને ઉત્પાદનમાં લઈ જવાના પ્રયાસો, કદાચ આ વર્ષે વાસ્તવિક ઉત્પાદનમાં દાખલ થશે. ઉત્પાદન વૃધ્ધિમા ચીલી પણ તેની નવી અને વર્તમાન ખાણોમાંથી મોટો હિસ્સો ઉમેરશે. પેરૂ, ચીન અને રશિયામાં ઉત્પાદન ઘટાડાને મેક્સિકો અને ચીલી સરભર કરી નાંખશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular