નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની (BJP) સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે આજે ગુજરાતમાં પ્રચંડ પ્રચારનો માહોલ જામ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi), અમિત શાહ, CM યોગી, રાહુલ ગાંધી, CM અરવીંદ કેજરીવાલ સભા ગજાવશે.
PM મોદીની પ્રથમ રેલી સુરેન્દ્રનગરમાં સવારે 11 વાગ્યે યોજાશે. આ પછી બપોરે 12:00 વાગ્યે સુરેન્દ્રનગર જાહેરસભાને સંબોધશે. 1:00 વાગ્યે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગ્યે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3:00 વાગ્યે નવસારી જવા રવાના થશે. 4:00 વાગ્યે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણીસભાને સંબોધશે. આજે સવારે 11:00 વાગ્યે દ્વારકાના ખંભાળિયા, બપોરે 1:00 વાગ્યે ગીરસોમનાથના કોડીનાર, બપોરે 3:00 વાગ્યે જૂનાગઢના માળિયા હાટીના અને સાંજે 6:30 વાગ્યે ભુજમાં સભાને સંબોધશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંખેડાના ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીના સમર્થનમાં બપોરે 1:00 વાગ્યે સભાને સંબોધશે. ત્યારબાદ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાના ચૂંટણીપ્રચાર માટે ચોપાટી ખાતે સાંજે સભા સંબોધશે.
ભારત જોડો યાત્રા મુકીને આવેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આજથી ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર એન્ટ્રી કરી છે. તેઓ તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા હતા. જોકે આજે ગુજરાતમાં સભા કરશે. કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી બપોરે 1:00 વાગ્યે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે 3:00 વાગ્યે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચૂંટણીસભાને સંબોધશે. જ્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં દાણીલીમડા બેઠકના ઉમેદવાર કૌશિક પરમારના સમર્થનમાં ચૂંટણીસભા કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. તેઓ સાંજે 5:00 વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે 11:00 વાગ્યે ઉમરગામ, બપોરે 3:00 વાગ્યે કપરડા, સાંજે 5:00 વાગ્યે ધરમપુર અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો યોજશ. આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાંજે 4:00 વાગ્યે ધ્રાંગધ્રામાં રોડ શો અને રાત્રે 7 :00 વાગ્યે ચોટીલામાં સભા સંબોધશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |