Saturday, October 12, 2024
HomeWoWViral Newsલોકો કહે છે ભાજપ 'કમા'ના ભરોસે ! જૂઓ કમાભાઈની પ્રચાર યાત્રાનો વિડીયો

લોકો કહે છે ભાજપ ‘કમા’ના ભરોસે ! જૂઓ કમાભાઈની પ્રચાર યાત્રાનો વિડીયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: સુરેન્દ્રનગર મૂળના કમાભાઈ નામના મનોદિવ્યાંગ વ્યક્તિ કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) સાથેના ડાયરા બાદ વિખ્યાત બન્યા છે. કમાભાઈ સોશિયલ મીડિયા પરથી કમો નામની ખ્યાતી ધરાવે છે. ત્યારે સતત વાયરલ બનતા કમાભાઈને હવે ભાજપે (BJP) ચૂંટણી પ્રચારમાં પણ મેદાને ઉતાર્યા છે. હાલ આ પ્રચાર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Kamabhai Viral Video) થઈ રહ્યો છે.

કિર્તીદાન ગઢવી સાથેના એક ડાયરા બાદ કમાભાઈ સતત ડાયરાઓમાં આમંત્રિત થવા લાગ્યા હતા. બાદમાં તો તેમની ખ્યાતી એવી પ્રસરી કે, તેઓ શો રૂમના ઉદ્ઘાટન અને ધાર્મિક પ્રસંગોમાં પણ આમંત્રિત થવા લાગ્યા હતા. આ સમયે જ લોકો રમૂજ કરતા કહેતા હતા કે કમાની ખ્યાતી એવી છે કે, ચૂંટણી લડે તો ના નહીં. ત્યારે કમાભાઈ ચૂંટણી ભલે ન લડ્યા પણ હવે ચૂંટણી મેદાને તો ભાજપે તેમને ઉતારી દેતા સ્ટાર પ્રચારક જેવી ખ્યાતી મેળવી રહ્યાં છે.

જૂઓ Kamabhai ની પ્રચાર યાત્રાનો Viral Video

- Advertisement -

કમાભાઈને ભાવનગરની પશ્ચિમ બેઠક પર ભાજપના પ્રચારમાં ઉતારવામાં આવતા લોકો ગેલમાં આવી ગયા હતા. ભાવનગરની આ વિધાનસભા બેઠક પરથી ભાજપના જીતુ વાઘાણી ઉમેદવાર છે. આજરોજ રાતના સમયે કમાભાઈ આ બેઠક પર પ્રચાર માટે કાળા રંગની કારમાં આ મતવિસ્તારમાં નિકળ્યા હતા. ઢોલ નગારા સાથેની આ કમાભાઈની યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.

કમાભાઈની આ પ્રચાર યાત્રા બાદ લોકોમાં ચર્ચા જાગી છે કે, ભાજપનો ભરોસો કમાના સહારે પહોંચ્યો… હવે જોવું રહ્યું કે કમાભાઈની આ પ્રચાર યાત્રા ભાજપ માટે કેટલી ફાયદાકારક નીવડે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular