નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News: ઉત્તર ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ ફરી એક વખત તીડના આક્રમણનું સંકટ (locust invasion threat) ઉભું થયુ છે. જેને લઈને ફરી એક વખત તંત્ર ખડે પગે થયું છે. બનાસકાંઠાનાં સરહદી વિસ્તાર અને પાટણનાં (Patan) કેટલાક વિસ્તાર તેમજ થરાદના ચારડા, વાવના અસારાવાસ, સુઇગામના જલોયા અને માધપુરા ગામ સહિત રાધનપુરમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ગામોની વિઝીટ કરવામાં આવી હતી અને તીડ બાબતે માહિતી મેળવવામાં આવી છે. ખેતી (Farming) કરી ગુજરાન ચલાવતા લોકોમાં તીડના આક્રમણને લઈને ચિંતા ઉભી થઈ છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કરી ખેડુતોને ભારે નુકસાન કર્યું હતું. હવે ફરી એક વખત રાજસ્થાનમાં તીડ આવ્યા હોવાની માહીતી મળતા તંત્ર સક્રીય બન્યું છે. જો કે તીડ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ દૂર હોવાના સંકેતને લઈને થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકામાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરવામાં આવી છે. વધુમાં તીડનો ખતરો પાટણમાં પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે.
હાલ ચોમાસાની સિઝન હોવાથી બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં વાવેતર થયેલું છે. તેવામાં તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતામાં વઘારો જોવા મળી રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








