નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં 15મી ઓગસ્ટને લઈને જુદી-જુદી તપાસ એજન્સીઓ સક્રિય બની દેશ વિરોધી ચાલતી પ્રવૃતિ સામે બાજ નજર રાખી રહી છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) સ્વતંત્ર દિવસ પહેલા હથિયારોની તસ્કરી ઝડપાઈ છે. સોલા પોલીસે (Sola Police) અલગ-અલગ હથિયારો સાથે હથિયાર વેચનારા (arms trafficking) આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ હથિયારો કોને વેચાવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો, તે તમામ દિશામાં સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. હથિયારોમાં રિલવોલ્વર અને જીવતા કારતુસ સહિતના અલગ-અલગ હથિયારો મળી આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રવિવારે રાત્રિ દરમિયાન સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સોલા પોલીસને બાતમી મળી હતી કે, એસ. પી. રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે એક વ્યક્તિ પોતાની બ્લેક કીયા કારમાં ગેરકાયદેસર હથિયારો રાખી વેચાણ કરવા માટે આવ્યો છે. જે દરમિયાન સોલા પોલીસની ટીમ બાતમીવાળી જગ્યા પર ત્રાટકી હતી. કીયા કારને કોર્ડન કરી તાલાશી લેતા એક રિવોલ્વર, 12 જેટલા જીવતા કારતૂસ, 4 ફોડેલા કારતૂસ સહિત અલગ-અલગ કંપનીના હથિયારો મળી આવ્યા હતા. આ અલગ-અલગ હથિયારોની બજાર કિંમત 4 લાખની રૂપિયાની આસપાસ માનવામાં આવી રહી છે, જે અંગે સોલા પોલીસે હથિયાર વેચાનાર આરોપી પ્રતિક ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જે સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી છે.
સોલા પોલીસે આરોપી પ્રતિક ચૌધરીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેણે જમ્મુ-કાશ્મીરના મરીન સાહેબ જિલ્લામાં રહેતા રસપાલકુમાર રોઝી પાસેથી હથિયારો ખરીદ્યા છે અને અમદાવાદ એ હથિયારનું વેચાણ કરવામા માટે આવ્યો છે. આ મામલે સોલા પોલીસે પ્રતિક ચૌધરી અને જમ્મુ-કાશ્મીરના રસપાલકુમાર રોઝી સામે પણ આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








