Saturday, May 23, 2026
HomeGujaratઆ રીતે અધિકારી સહિત 13 પોલીસકર્મી દાઝી ગયા, કડીમાં LCBને કંઈ ન...

આ રીતે અધિકારી સહિત 13 પોલીસકર્મી દાઝી ગયા, કડીમાં LCBને કંઈ ન મળ્યું ત્યાં SMCને ઘણું મળ્યું

- Advertisement -

તોફિક ઘાંચી (નવજીનવ ન્યુઝ. કડી): મહેસાણાના (Mehsana) કડીમાં (Kadi) ધણા ગેરકાનૂની પ્રવૃતિઓનું પ્રમાણ ખૂબ વઘી રહ્યું છે. જેના પરથી કહી શકાય કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પ્રકારને ડર રહ્યો નથી તેવી હાલત જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં જ રેન્જ આઈ.જી.ની સૂચના બાદ જિલ્લા એલ.સી.બી.ની ટીમે બે દરોડા કર્યા હતા પણ તે નિષ્ફળ રહેતા અનેક સવાલો પેદા થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત ઘેરા પડતા ગાંધીનગરથી એસ.એમ.સી.ની ટીમે બે દિવસ પહેલા જ દારૂ અને જુગારના અડ્ડા પર સપાટો (SMC Raid on Gambling and Liquor den) બોલાવવાની શરૂઆત કરી હતી અને દરોડા કર્યા હતા. જેના પગલે રેન્જ આઈ.જી.ની સૂચનાથી PI અને PSI અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત LCBના PI, PSIને લીવ રિઝર્વ તેમજ 6 પોલીસકર્મીઓની બદલી કરી હેડ ક્વાર્ટરમાં મુકી દેવામાં આવ્યા છે. આમ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર થયેલી આકરી કામગીરીના કારણે મહેસાણા પોલીસ બેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

શરૂઆત કેવી રીતે થઈ ?

તાજેતરમાં જ ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્ર યાદવ મહેસાણાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે યાદવે ગેરકાનૂની પ્રવૃતિઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે મહેસાણાના જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ કડીમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડા કરવા સૂચના આપી હતી. આમ કડક સૂચનાના પગલે એલ.સી.બી.એ નંદાસણ રોડ પર આવેલી વેલકમ હોટલ પાછળ ચાલી રહેલા જુગારના અડ્ડા પર અને મલ્હારપુરામાં ચાલતા અડ્ડા પર દરોડો કર્યો હતો. પરંતુ મલ્હારપુરામાં કરેલા દરોડામાં મહેસાણા LCBની ટીમને નિષ્ફળતા હાથ લાગી હતી. એવામાં એક દિવસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે મલ્હારપુરામાં એજ જગ્યા પર દરોડા કરતા ત્યાંથી 3 લાખના મુદ્દામાલ સાથે 20 જેટલા આરોપી મળી આવ્યા હતા. જેના પગલે ચર્ચાઓ જાગી હતી કે, LCBના દરોડોમાં સફળતા એટલે ન મળી કે વિભાગના જ કોઈ વ્યક્તિએ જુગારના અડ્ડા ચલાવતા આરોપીને પહેલાથી જ LCBના દરોડાની સૂચના આપી હતી કે શું?

- Advertisement -

પોલીસકર્મી કેવી રીતે દાઝી ગયા?

મહત્વની વાત છે કે મહેસાણા પોલીસ યેનકેન પ્રકારે દારૂ અને જુગારના અડ્ડા શોધવામાં નિષ્ફળ રહી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માત્ર 2 દિવસના સમયમાં જ દારૂ અને જુગારના અડ્ડા ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો અનુસાર એસ.એમ.સી.ની ટીમે જુગારના અડ્ડાને ઝડપી લેવા માટે અડ્ડા પર વેશપલટો કરી ગ્રાહક બની સમગ્ર માહિતી એકત્રિત કરી હતી. જે અંગેની જાણ જુગારના અડ્ડાના સંચાલકને ખાનગી રીતે મળી ચૂકી હતી, તેમ છતાં બીજા દિવસે રાબેતા મુજબ તેણે જુગાર ચાલુ રાખ્યો હતો અને એસ.એમ.સી.ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાને કારણે પોલીસની ભૂમિકા પર સવાલ પેદા થતા રેન્જ આઈ.જી. દ્વારા કડી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એન.આર. પટેલ, સબ ઈન્સ્પેક્ટર બંસી મકવાણા, કોન્સ્ટેબલ મહેશજી, નીતિન અને મકસુદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત LCBના PI રોમા ધડુક, PSI જોશીને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા. સાથે જ 6 પોલીસકર્મીની બદલી કરી હેડ ક્વાર્ટરમાં મુકી દેવામાં આવ્યા છે. આમ આ ઘટનાને પગલે મહેસાણા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

SP ત્યાગી હજુ જવાબ શોધવા મથે છે!

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, જિલ્લા પોલીસ વડા એ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે મંગળવારે એલ.સી.બી.એ નિષ્ફળ દરોડો કર્યો હતો, બુધવારે એસ.એમ.સી. પણ જુગારના અડ્ડા પર આંટાફેરા કરી ગઈ હતી છતાં પણ ગુરુવારે જુગારનો અડ્ડો શરૂ કરવા માટેની હિંમત આરોપી કેવી રીતે કરી શકે ? હાલ તો આ જવાબ જિલ્લા પોલીસ વડાને મળ્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા નથી. પરંતુ એક વાત ચર્ચાઈ રહી છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના વહિવટદારે જુગારના અડ્ડા સંચાલકને કોઈ ચિંતા નહીં કરવાની વાત કરતા અડ્ડો રાબેતા મુજબ શરૂ રહ્યો હતો અને એસ.એમ.સી.ના હાથે ઝડપાઈ ગયો હતો. ઉપરાંત સુત્રો જણાવી રહ્યા છે કે આ ઘટનાને પગલે આગામી દિવસોમાં કડી પોલીસ સ્ટેશનમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવશે તેમજ જે કોઈની સંડોવણી હશે તેમને પ્રતિકૂળ પરિણામ ભોગવવા પડશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular