Tuesday, April 16, 2024
HomeNationalદુષ્કર્મ પીડિતાની કુંડળી તપાસવાના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સુપ્રીમનો સ્ટે

દુષ્કર્મ પીડિતાની કુંડળી તપાસવાના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સુપ્રીમનો સ્ટે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આજરોજ દેશની સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મોટો ચૂકાદો આપી યુ.પી.ની અલ્લાહાબાદ હાઇકોર્ટના (allahabad high court) આદેશ પર સ્ટે લગાવ્યો છે. જે ચૂકાદામાં અલ્લાહાબાદ હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાની કુંડળી ચકાસવા માટેનો આદેશ કર્યો હતો. અલ્લાહાબાદ હાઇકોર્ટે 23 મેના રોજ આપેલા ચૂકાદામાં દુષ્કર્મની પીડિતા માંગલીક છે કે કેમ તે ચકાસવા માટે લખનૌ યુનિવર્સિટીના જ્યોતિષશાસ્ત્ર વિભાગના વડાને મોકલવા જણાવાયું હતું. આ વિવાદિત ચૂકાદને પગલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ કાર્યવાહી કરી હતી. જે મામલે આજરોજ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સુધાંશુ ધુલીયા અને પંકજ મીથલે ચૂકાદો આપી અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સ્ટે આપ્યો છે.

આજરોજ દેશની સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર આપેલા સ્ટે બાદ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આવી જ ચર્ચાઓ અલ્લાહાબાદ હાઇકોર્ટે આપેલા ચૂકાદા સમયે પણ ચાલી હતી. જેમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે એક દુષ્કર્મના આરોપીની જામીન અરજી સમયે ચૂકાદો આપ્યો હતો કે, બંને પક્ષ (આરોપી અને ફરિયાદી)ની કુંડળી ચકાસવામાં આવે. જે માટે બંને પક્ષ દસ દિવસમાં પોતાની કુંડળી લખનૌ યુનિવર્સિટીના જ્યોતિષશાસ્ત્રના વિભાગને વડાને સોંપે. હાઇકોર્ટના આ ચૂકાદાને પગલે મીડિયામાં પણ ખાસી ચર્ચાઓ ચાલી હતી અને વિવાદ જાગ્યો હતો.

- Advertisement -

શું કહ્યું હતું સોલિસીટર જનરલે?

આ વિવાદિત ચૂકાદાને પગલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી મામલો હાથમાં લીધો હતો. જેમાં દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ જણાવ્યું હતું. કે આ ચૂકાદો ડીસ્ટર્બ કરી દે તેવો છે અમે પણ અરજ કરીએ છીએ કે ચૂકાદા પર સ્ટે આપવામાં આવે. આ મામલે આજરોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતા ચૂકાદો આપ્યો હતો.

સુપ્રીમની બેચે કરી આ ટિપ્પણી

લાઈવ લોના અહેવાલ પરથી મળતી માહિતી મુજબ આ ચૂકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ધુલીઆએ જણાવ્યું હતું કે, ‘આ વિષયથી એકદમ વિપરીત છે. પ્રાઈવસીના અધિકાર પણ ડિસટર્બ થઈ રહ્યા છે. અમે જ્યોતિષશાસ્ત્રના તથ્ય પર નથી જોડાવા ઇચ્છતા કે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે. અમે આદર કરીએ છીએ આપની આસ્થાનો પણ આપણે માત્ર જે ઘટના સાથે જોડાયેલી વાત છે તેની સાથે જ સબંધિત છીએ.’ સાથે જ જસ્ટીસ મીથલે પણ ટિપ્પણી કરી હતી કે, ‘અમે એ નથી સમજી શકતા કે જ્યોતિષશાસ્ત્રની દિશામાં કેમ વિચાર કરવામાં આવ્યો.’

શું હતો સમગ્ર મામલો?

અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મના એક મામલાની સુનવણીમાં પીડિતા પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ તેની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બનાવ્યા હતા અને બાદમાં આરોપીએ તેની સાથે લગ્ન કર્યા નહીં. પરંતુ આ સમયે આરોપી પક્ષે રજૂઆત થઈ હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચે લગ્ન થઈ ન શક્યા કેમકે પીડિતા ‘માંગલીક’ છે. ત્યારે પીડિતા પક્ષેથી દલીલો થઈ હતી કે પીડિતા ‘મંગળ દોષ ધરાવતી’ નથી.

- Advertisement -

આ તમામ બાબતો અને દલીલોના કારણે હાઇકોર્ટે ચૂકાદો આપી બંને પક્ષની કુંડળી જ્યોતિષશાસ્ત્ર વિભાગના વડાને સોંપી દેવામાં આવે. તેઓ નક્કી કરશે કે પીડિતા માંગલીક છે કે નહીં. આ ચૂકાદો આપતા જ કોર્ટનો ચૂકાદો ચર્ચામાં આવ્યો હતો સાથે જ ચૂકાદો સુપ્રીમ કોર્ટના ધ્યાને આવતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ કુંડળી તપાસવાના અલાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી જણાવ્યું છે કે, મેરિટ પર જ જામીન અરજી પર સુનવાણી કરવામાં આવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular