નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં ખાનગી શાળાઓના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે તેવું એક ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ અમદાવાદનાં (Ahmedabad) બોડકદેવ વિસ્તારમાં આવેલી નિરમા સ્કૂલ (Nirma School) દ્વારા અચાનક ફીમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ફી વધારો FRCના નિયમો મુજબ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે અમદાવાદ DEOએ સંચાલકો પાસે લેખિતમાં જવાબ માગ્યો હતો અને ફી વધારાની રકમ વાલીઓને પરત કરવાનો નિર્દેશ કર્યો હતો.
DEOના આદેશ બાદ પણ શાળા સંચાલકોએ ફી પરત ન કરતાં આજે NSUI દ્વારા નિરમા સ્કૂલ આગળ જઈને વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ નિરમા સ્કૂલ આગળ એકત્રિત થઈને ‘કરસન પટેલ હાય હાય’ના નારા લગાવ્યા હતા. જોકે તાત્કાલિક પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની આટકાયત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ જમીન પર સૂઈ જતાં ટીંગાટોળીના દૃશ્યો સર્જાયા હતા.
NSUIઆ નેતાઓનું કહેવું છે કે, DEOએ આદેશ કરવા છતાં પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની ફી પરત કરતાં નથી. આ અંગે અમે DEOને પણ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને હજુ સુધી ફી પરત મળી નથી. NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, શિક્ષણ સચિવના નિર્દેશ હોવાને કારણે DEOની નોટિસ હોવા છતાં શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. જેથી આજે અમે કરસન પટેલના નામ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








