નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) કારગિલ ચાર રસ્તા પાસે આવેલી ગણપત યુનિવર્સિટી (Ganpat Universty) સામે NSUI મેદાને આવી છે. NSUI દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે, UGCનાં નિયમ વિરુદ્ધ ગણપત યુનિવર્સિટી ચાલી રહી છે. જેની સામે સરકારની પણ મીઠી નજર છે. કોઈ પણ પ્રકારે સરકાર દ્વારા આ યુનિવર્સિટી સામે પગલા લેવામાં ન આવતા આજે NSUIના કાર્યકરો દ્વારા ગણપત યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ કુલપતિની ચેમ્બર બહાર NSUIએ બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે NSUIના કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “ગણપત યુનિવર્સિટીના સંચાલક ગણપત પટેલ પૈસા કમાવવાની લાલચે નફો રળવા માટે UGCના નિયમો વિરુદ્ઘ પોતાની યુનિવર્સિટી ચલાવી રહ્યા છે. UGC એક્ટ 1956 મુજબ પ્રાઈવેટ યુનિવર્સીટી માટેના નિયમ એવું કહે છે કે, અન્ય સ્થળ કે શહેરમાં અલગથીએ યુનિવર્સીટી ખોલવી હોય તો UGC તેમજ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. પરંતુ ગણપત યુનિવર્સિટીના સંચાલક ગણપત પટેલે આ પ્રકારની કોઈ એવી મંજૂરી લીધી નથી. એક ખાનગી કોમ્પલેક્ષમાં આ યુનિવર્સિટી ચલાવામાં આવી રહી છે.” NSUIએ ગણપત પટેલ યુનિવર્સિટીના નામે શિક્ષણનો ધંધો ચલાવી રહ્યા હોવાનો આરોપ કર્યા છે. તેમજ NSUIએ ચિમકી ઉચ્ચારતા કહ્યું છે કે, આગામી દિવસોમાં આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે અને પ્રિન્સપાલ સેક્રટરી મુકેશ કુમાર કોઈ પગલા નહીં લે તો. NSUI દ્વારા શિક્ષણમંત્રીનો પણ ઘેરાવ કરવામાં આવશે.
NSUIના કાર્યકરો દ્વારા ગણપત યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બર બહાર દરવાજા પર બેનરો પણ લગાવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, “અમદાવાદમાં ગણપત પટેલની ચાલતી ગણપત યુનિવર્સિટીમાં UGC માન્યતા નથી.” તેમજ આ મામલે અત્યાર સુધી વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે. તેમની ફી પરત કરવામાં આવે તેવી પણ માગણી NSUI દ્વારા કરવામાં આવી છે. NSUIએ કહ્યું છે કે, આ મામલે જે તે સમયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા શિક્ષણમંત્રી હતા, ત્યારથી આ બાબતે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ આજે NSUI દ્વારા સરકારની આંખ ઉઘાડી પાડવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








