Monday, February 17, 2025
HomeInternationalયુદ્ધવિરામ માટેનું આહ્વાન ઈઝરાયલ માટે આત્મસમર્પણ સમાન, નેત્યાનાહૂએ અંત સુધી લડી લેવાના...

યુદ્ધવિરામ માટેનું આહ્વાન ઈઝરાયલ માટે આત્મસમર્પણ સમાન, નેત્યાનાહૂએ અંત સુધી લડી લેવાના આપ્યા સંકેત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: હાલ દુનિયામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. કેટલાક દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે ત્યારે કેટલાક દેશોએ હમાસને સમર્થન કર્યું છે. આમ તો કોઈ પણ દેશનું બીજા દેશ સાથે યુદ્ધ કરવું વિશ્વ માટે પણ ખતરારૂપ હોય છે. કારણ કે, યુદ્ધની અસરો વિશ્વવ્યાપી હોય છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધે પણ આંતર રાષ્ટ્રીય વ્યાપારને ઘણા અંશે પ્રભાવિત કર્યું છે, ત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહી છે તેને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં મૂકવામાં આવેલા પ્રસ્તાવને લઈ ઈઝરાયલના વડાપ્રધાન નેત્યાનાહૂએ આકરી પ્રતિક્રિયા આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હમાસે ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને રોકવા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. યુદ્ધવિરામના પ્રસ્તાવને ઘણા દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે કેટલાક દેશોએ આ બાબતે મતદાન કરવાનું ટાળ્યું હતું. મતદાન કરવાની બાબતમાં ભારતે પણ રસ દાખવ્યો નહોતો. ભારત પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂકવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવ માટે મતદાન કર્યું નહોતું. ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન ભારતના આ વલણ પ્રત્યે નારાજ હોય તેવું નિવેદન સામે આવી રહ્યું છે.

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂકવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવ અંગે ઈઝરાઈલી વડાપ્રધાન નેત્યાનાહૂએ જણાવ્યુ કે, પ્રસ્તાવમાં ઘણી બધી ખામી છે અને દુઃખની વાત એ પણ છે કે એમાં ઘણા મિત્ર રાષ્ટ્રો સામેલ છે. યુદ્ધવિરામ માટેનું આહ્વાન ઈઝરાયલ માટે આત્મસમર્પણ સમાન છે. વડાપ્રધાન નેત્યાનાહૂ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને અંત તરફ લઈ જવા માંગતા હોય તેવું તેમના આ પ્રકારના નિવેદનથી લાગી રહ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular