Friday, April 17, 2026
HomeGeneralપત્રકારત્વ મૌન બની ગયુઃ સરકાર નારાજ થશે તેનો એટલે ડર લાગે કે...

પત્રકારત્વ મૌન બની ગયુઃ સરકાર નારાજ થશે તેનો એટલે ડર લાગે કે એક મહિલા કોન્સટેબલ 9 દિવસથી આમરણાંત ઉપવાસ કરે, પત્રકારો  તેની નોંધ પણ લેતા નથી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત પોલીસના પગાર ધોરણમાં સુધારો થાય તેવી પોલીસની લાંબા સમયથી માગણી છે, પરંતુ પોલીસ હડતાલ કરી શકે નહીં અને યુનિયન બનાવી શકતી નથી તેની કાયદાની આ મજબુરીને કારણે સરકાર તેમના સાંભળવા જ તૈયાર નથી. ગુજરાતના શિક્ષણ વિભાગ પછી કોઈ વિભાગ પાસે સૌથી વધુ કર્મચારીઓ હોય તો ગૃહ ખાતુ છે. પગાર સુધારાના માગણી કેટલાક અંશે સ્વીકારી શકાય તે રાજ્યનો પ્રશ્ન છે,પરંતુ તે મુદ્દે કોઈ પોલીસ જવાન બોલે તો તેને ગુનો ગણી તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ આખી ઘટનામાં આશ્ચર્યજનક બાબત એવી છે કે ગુજરાતી પત્રકારત્વ મૌન બની ગયુ છે કારણ તેમને અમદાવવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા નવ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલી મહિલા પોલીસ કોન્સટેબલ નીલમ મકવાણાના સમચારનું સંપુર્ણપણે બ્લેક આઉટ કરવામાં આવી રહ્યુ છે.



ગુજરાતી પત્રકારત્વ નીલમ મકવાણાની માધ્યમો નોંધ લેશે નહીં એટલે ઘટના બંધ થઈ જશે તેવુ પણ નથી, પણ ગુજરાતના પત્રકારો નીલમ મકવાણાનું મહત્વ ઓછુ આંકી રહ્યા છે કારણ તે એક કોન્સટેબલ છે, પરંતુ ગુજરાતમાં એક નીલમ નથી ગુજરાત પોલીસમાં 90 હજાર કરતા વધુ નીલમ મકવાણા છે. સિવિલમાં રહેલી એક નીલમ તેનું પ્રતિનિધિત્વ કરી રહી છે. નીલમ મકવાણાના આમરણાંત ઉપવાસ તેનું ઉદાહરણ છે કે તે માની રહી છે કે તે એકલી પડી ગઈ છે, તે દળના જવાનો માટે લડી રહી છે તે જવાનો સહિત પત્રકારો અને સમાજ તેની સાથે ઉભો નથી, જેના કારણે તેણે આમરણાંત ઉપવાસનો સહારો લીધો છે. આખી ઘટના પીડાજનક છે, નીલમબહેન કે નીલમ બેટા જીદ્દ છોડ અમે તારી સાથે વાત કરવા તૈયાર છીએ તેવુ કહેવાની ફુરસદ પણ કોઈ નેતા કે ગુજરાત પોલીસના સિનિયર અધિકારી પાસે નથી.

નેતા અને સિનિયર અધિકારીઓ જાણે કે જયારે નીલમ મકવાણાની કોઈ માધ્યમ નોંધ સુધ્ધા લેતા નથી ત્યારે નીલમ મરે કે જીવે તેમના રાજકારણ અને નોકરીમાં કોઈ ફેર પડતો નથી. બધા જ નોકરી કરે છે, નોકરી કરનારની એક  મર્યાદા પણ છે, કોઈ સિનિયર અધિકારી કે પોલીસ જવાન નીલમની ખબર જોવાની હિમંત પણ કરી શકતા નથી આ કેવા પ્રકારની માનસીક કાયરતા છે કારણ તેમના આ પ્રયાસને સરકાર વિરોધી માની લેશે તેવો ડર લાગે છે. અહિંયા સરકારનો વિરોધ અને પક્ષ લેવાની પણ વાત નથી. એક માણસ તરીકે બીજા માણસની પીડા સમજવાની અને તેને શબ્દ સ્વરૂપ આપવાની વાત છે. પત્રકારત્વમાં લાંબો સમય પસાર થયા પછી સરકાર અને સિનિયર અઘિકારી સાથે વ્યવસાઈક સંબંધોની સાથે મિત્રતા થવી સ્વભાવીક છે.



જો સરકારમાં રહેલા રાજનેતા અને સિનિયર અધિકારીઓ સાથે મિત્રતા હોવાનો પત્રકાર દાવો કરે છે અને માને છે તો નીલમ મકવાણા મુદ્દે પણ તેમણે સરકાર અને અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ કારણ પત્રકારત્વનું મુળ કામ સામાન્યજનના જીવનમાં સારૂ થાય તે જોવાનું છે, જયારે નીલમ તો સરકારનો જ એક હિસ્સો છે જો સરકાર નીલમ મકવાણાના મુદ્દે કાન બંધ કરી બેસી રહેવા માગતી હોય તો પોતાના માધ્યમથી સરકારના કાન ખોલી લોકોનો અવાજ તેમના સુધી પહોંચાડવાનું કામ આપણુ છે. જો પત્રકાર તરીકે આપણે લોકોને અવાજ બની શકતા નથી અને તેનું આપણને માઠુ પણ લાગતુ નથી તો કોઈ પ્રશ્ન નથી.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular