Saturday, April 18, 2026
HomeGeneralપેટ્રોલ-ડિઝલની કિંમતમાં 10 દિવસમાં 9મી વખત વધારો, પેટ્રોલ 101.50 રૂપિયા અને ડીઝલ...

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 10 દિવસમાં 9મી વખત વધારો, પેટ્રોલ 101.50 રૂપિયા અને ડીઝલ 96.02 રૂપિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 31 માર્ચ, 2022 ગુરુવારના રોજ દેશભરમાં છેલ્લા 10 દિવસમાં સતત નવમી વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લિટર દીઠ ૮૦ પૈસાનો વધારો કર્યો છે. આજના વધારા બાદ આ કુલ વધારો વધીને 6.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આજના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો રેટ 101.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તે જ સમયે, ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઇ રહ્યું છે, જે 93 રૂપિયાને પાર કરી રહ્યું છે.



ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં આ નવમી વખત જે વધારો આવ્યો તે મુજબ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે ગુજરાતમાં પેટ્રોલ પર કુલ વધારો 6.41 રૂપિયા અને ડીઝલમાં કુલ વધારો 6.57 રૂપિયા થઈ ગયો છે. ગુજરાતમાં પેટ્રોલનો નવો ભાવ 101.50 રૂપિયા અને ડિઝાલનો નવો ભાવ 96.02 રૂપિયા થઈ ગયો છે.

મુંબઈમાં આજે ઈંધણમાં 84 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. અહીં પેટ્રોલ 116.72 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ અને ડીઝલમાં 76 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે બાદ ડીઝલની કિંમત ક્રમશ: 107.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.52 રૂપિયા પ્રતિ લીટરે ચાલી રહી છે. કોલકાતામાં પેટ્રોલમાં 83 પૈસા અને ડીઝલમાં 80 પૈસાનો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ 111.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.22 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.



દેશમાં ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય બજારના ભાવો અનુસાર, ઇંધણ તેલના સ્થાનિક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે. આ નવી કિંમતો દરરોજ 6 વાગેથી અમલમાં આવે છે. તમે ઘરે બેઠા પણ ઇંધણની કિંમત જાણી શકો છો. ઘરે બેઠા તેલની કિંમત જાણવા માટે તમારે ઈન્ડિયન ઓઈલ મેસેજ સર્વિસ અંતર્ગત 9224992249 મોબાઈલ નંબર પર એસએમએસ મોકલવો પડશે. તમારો મેસેજ હશે ‘આરએસપી-કોડ ઓફ પેટ્રોલ પંપ’. આ કોડ તમને ઈન્ડિયન ઓઈલના આ પેજ પરથી મળશે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular