કરન્સી બજારમાં થતી ઉથલપાથલને લીધે રુના વેપારની સ્પર્ધાત્મકતા પર અસર
રૂ ઉત્પાદન વધીને ૩૦૪.૨૫ લાખ ગાંસડી રહેવાનો કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયાનો આશાવાદ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આઈસીઈ ન્યુયોર્ક માર્ચ ૨૦૨૫ રૂ (Cotton) વાયદો શુક્રવારે એક વર્ષના તળિયા ૬૫.૦૧ સેન્ટ નજીક ૬૫.૬૩ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બંધ થયો. ચીનના ઝાંગઝીહું કોમોડીટી એક્સચેન્જ પર મે ૨૦૨૫ વાયદો ટન દીઠ ૯૦ યુઆન (૧૨.૫૫ ડોલર) વધીને ૧૩,૬૩૫ યુઆન બંધ થયો. અમેરીકાનાં રૂ નિકાસના સાપ્તાહિક શિપમેન્ટ આંકડા મજબુત આવતા ન્યુયોર્ક રૂ વાયદામાં સ્થિરતા જોવાઈ હતી. અલબત્ત, ટૂંકાગાળાના નિકાસ કમીટમેંટ સોદા ખાસ કોઈ આશાવાદી ન હતા. બજારે નબળા વેચાણ સોદા પર ખાસ ધ્યાન આપ્યું નાં હતું, પણ અમેરિકન રુના શિપમેન્ટને ધ્યાને લઈને સોદા ગોઠવાયા હતા.
દક્ષીણ અમેરિકન ઉભા પાકની તંદુરસ્તી અને ટ્રમ્પ ટ્રેડ વોરની ચિંતાઓમાં નજીવો ઘટાડો થતા સોદાઓનું પ્રમાણ વધ્યું હતું અને અનાજના ઉપર ગયેલા ભાવે અમેરિકન રૂને ટેકો પૂરો પડ્યો હતો. એનાલોસ્ટોએ એ વાતની નોંધ લીધી હતી કે બજારને વધેલા નિકાસ સોદા કરતા મજબુત રીતે વધેલા નિકાસ શીપમેન્ટે દોરવણી આપી હતી. ધીમે ધીમે મજબુત થતા ડોલર ઈન્ડેકસે વિદેશી ગ્રાહકો માટે રૂ ખરીદવું મોંઘુ પડી રહ્યું છે. મજબુત ડોલરે પણ રૂ વાયદાને બાંધી રાખ્યો છે. તુર્કી, પાકિસ્તાન, વિયેતનામ, મલેશિયા, જાપાન જેવા મુખ્ય ગ્રાહક દેશો ૨૦૨૫-૨૬મા રૂ ખરીદીના સોદા કેવાક કરે છે, તેના પર વાયદાના ટ્રેડરો નજર રાખીને બેઠા છે. કરન્સી બજારમાં થતી ઉથલપાથલને લીધે રુના વેપારની સ્પર્ધાત્મકતા પર અસર થતી હોય છે.
કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સીએઆઈ)એ ભારતમાં અને અમેરિકન કૃષિ મંત્રાલયે વૈશ્વિક રૂ ઉત્પાદન અને ૨૦૨૪-૨૫નો વર્ષાંત સ્ટોક વધીને આવવાની આગાહી કરતા, ભારતમાં ખાંડી (૨૫૬ કિલો) દીઠ રુના ભાવ ઘટીને રૂ ૫૩,૨૯૦ મુકાયા હતા. મુખ્યત્વે તેલંગણમાં ઉત્પાદન વધીને ૬ લાખ (પ્રત્યેક ૧૭૦ કિલો) ગાંસડી થવાના આશાવાદ સાથે દેશભરમાં કુલ ઉત્પાદન બે લાખ ગાંસડી વધીને ૩૦૪.૨૫ લાખ ગાંસડી રહેવાનો આશાવાદ સીએઆઈ એ મુક્યો હતો. અલબત્ત, ઉત્તર ભારતમાં ઉત્પાદન ૩.૫ લાખ ગાંસડી ઘટવાનો ભય છે. નબળી પુરવઠા સ્થિતિને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વર્ષાનું વર્ષ રૂ આવકો ૪૩ ટકા ઘટયાનું નોંધાયું છે.
અલબત્ત, દક્ષિણ ભારતમાં કપડા ઉદ્યોગની મજબુત માંગ અને હાથ પરના નિકાસ ઓર્ડરો ધ્યાને લઈએ તો ભાવ ઘટાડો માર્યાદિત રહેશે. ભારતમાં રૂનો વપરાશ અંદાજ ૨ લાખ ગાંસડી વધારીને ૩૧૫ લાખ ગાંસડી મુકવામાં આવ્યો છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં આશ્ચર્યજનક રીતે અનુમાનિત ઉત્પાદન સામે ૫૦ ટકા જેટલી ૧૫૬ લાખ ગાંસડી બજારમાં ઠલવાઈ ગઈ છે.
વૈશ્વિક ફન્ડામેન્ટલ્સ પણ બજારના સેન્તીમેન્ત પર અસર કરી રહ્યા છે. બ્રાઝીલના માતો ગ્રાસો વિસ્તારમાં કપાસનું વાવેતર ઓછું થયું હોવાથી રૂ પાકની આગાહી ઘટાડીને ૩૭.૯ લાખ ટન મુકવામાં આવી છે. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે આર્જેન્ટીના અને ભારતમાં મોટો પાક અંદાજવામાં આવતા જાગતિક ઉત્પાદન ૧૨ લાખ ગાંસડી (૨૧૮ કિલો પ્રત્યેક) વધીને ૧૧૭૪ લાખ ગાંસડી આવવાનું અનુમાન છે.
પાકિસ્તાનમાં ૨૦૧૫મા વિક્રમ ૧૪૦ લાખ ગાંસડીના ઉત્પાદન આવ્યા પછી સતત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક દાયકામાં રૂ ઉત્પાદન ૪૯થી ૧૦૦ લાખ ગાંસડી વચ્ચે અથડાતું રહ્યું છે. આ વર્ષ પણ કઈ અલગ નથી, ગતવર્ષના ૧૦૨ લાખ ગાંસડી સામે ૭૦ લાખ ગાંસડી જ ઉત્પાદન આવ્યું છે. અલબત્ત, જાગતિક રૂનાં કુલ ઉત્પાદનમાં ભારતના ૨૨ ટકા હિસ્સા સામે પાકીસ્તાનો ૬ ટકા જેટલો છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796