Wednesday, April 22, 2026
HomeGujaratગુજરાત કોંગ્રેસને વર્ષો પછી લડાયક પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મળ્યાઃ આદીવાસી પટ્ટાને...

ગુજરાત કોંગ્રેસને વર્ષો પછી લડાયક પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મળ્યાઃ આદીવાસી પટ્ટાને જીતનાર સુખરામ બન્યા વિપક્ષ નેતા

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ): છેલ્લા અઢી દાયકાથી સત્તાની બહાર રહેલી ગુજરાત કોંગ્રેસ લડવાનું જ ભૂલી ગઈ હતી. સામાન્ય ધરણાં અને રસ્તા રોકોના આંદોલનમાં પણ સો બસો કાર્યકર ભેગા કરવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ માટે એવરેસ્ટ ચઢવા જેટલું મોટું કામ બની જતું હતું. માનસીક રીતે હારી ગયેલી કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ્દ લડાયક મિજાજ ધરાવતા ઉત્તર ગુજરાતના જગદીશ ઠાકોરને સોંપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. જ્યારે વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું પદ્દ અતિ સમાન્ય પરિવારમાંથી આવતા સુખરામ રાઠવાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



1985માં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાંથી પોતાની રાજકીય કારકીર્દી શરુ કરનાર જગદીશ ઠાકોરે જીંદગીના અને રાજકારણના અનેક ઉતાર ચઢાવ જોયા છે. બે વખત ધારાસભ્ય અને એક વખત લોકસભાના સભ્ય રહી ચુકેલા જગદીશ ઠાકોરમાં ઉત્તર ગુજરાતનો લડાયક સ્વભાવ છે. જે લડાઈ જીતવાના કોઈ આસાર ન હોય તેવી લડાઈ પણ તેઓ સારી રીતે લડવાનું જાણે છે. બીનવિવાદાસ્પદ વ્યક્તિત્વ અને તેમની ઉપર આંગળી મુકી શકાય તેવી એક પણ ઘટના તેમના રાજકીય જીવનમાં નથી.

અમિત ચાવડાના રાજીનામા પછી લાંબા સમયની વિચારણાને અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરતા વિરોધી જુથના લોકોએ પણ ઠાકોરની નિમણૂંકને આવકારી છે. તેવી જ રીતે પાવી જેતપુરના સુખરામ રાઠવા ભાજપના પ્રચંડ જુવાળ સામે છેલ્લી પાંચ ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. મોર્ડનાઈઝેશન અને ડીઝીટલ યુગનો પવન હજી રાઠવાને સ્પર્ષ્યો નથી. સામાન્ય માણસના કામ માટે પણ તલાટીને રૂબરુ મળવામાં તેમને સંકોચ થતો નથી.



આદીવાસી પરંપરાઓ અને આદીવાસી જીવનને સમજતા સુખરામ રાઠવા પોતાના સમાજ અને પોતાના વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. અખબાર અને માધ્યમોમાં સમાચાર બનવા કરતા સામાન્ય માણસના પ્રશ્નો ઉકેલી સામાન્ય જનનો માણસ થવું તે વધુ પસંદ કરે છે.

- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular