નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત પ્રથમ નૌકા-વિરોધી મિસાઇલનું “સીકિંગ હેલિકોપ્ટર”થી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(DRDO) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પરીક્ષણ ઓડિશાના બાલાસોર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર)માં કરવામાં આવ્યું હતું. નેવીએ જાહેર કરેલા વીડિયો ફૂટેજમાં ઓડિશાના બાલાસોર તટથી દૂર સમુદ્રી પરીક્ષણ સીમા પર એક મિસાઈલથી ભરેલું, સીકિંગ 42બી હેલિકોપ્ટર ઉડતું જોવા મળી રહ્યું છે, જ્યારે તેની પાછળ એક અન્ય હેલિકોપ્ટર નિરીક્ષણ માટે જોવા મળી રહ્યું છે.
નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ પરીક્ષણ ચોક્કસ મિસાઇલ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ બાબત ભારતીય નૌકાદળને સ્વદેશી બનાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.” ભારતીય નૌકાદળે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી આ પરીક્ષણ કર્યું હતું.
#IndianNavy in association with @DRDO_India successfully undertook maiden firing of the first indigenously developed Naval #AntiShip Missile from Seaking 42B helo, today #18May 22 at ITR, Balasore.#AatmaNirbharBharat #MaritimeSecurity@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/3AA0F3kIsS
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એન્ટી શિપ વર્ઝનનું ભારતીય નૌકાદળ અને આંદામાન અને નિકોબાર કમાન્ડ દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યાના એક મહિના બાદ આ નવી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો લોન્ચ કર્યા હતા. યુદ્ધજહાજ ‘આઈએનએસ સુરત’ અને યુદ્ધ જહાજ ‘આઈએનએસ ઉદયગિરી’ને મુંબઈના મઝગાંવ પોસ્ટ લિમિટેડ (એમડીએલ) ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આઈએનએસ સુરત પી15બી વર્ગનું ચોથું ગાઇડેડ-મિસાઇલ-સજ્જ વિનાશક છે, જ્યારે આઇએનએસ પી 17એ વર્ગનું બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











