નવજીવન ન્યૂઝ. વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસમાં ઉત્તર પ્રદેશની એક અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં આવેલા તળાવને સીલ કરવાનો આદેશ આપ્યો છે, જ્યાં “શિવલિંગ” મળી આવ્યું છે. જાણકારી અનુસાર જ્ઞાનવાપી મસ્જિદ સર્વે દરમિયાન મસ્જિદના ઉપરના ભાગમાં જ્યાં નમાજ પઢવામાં આવે છે ત્યાં વજુ કરવાની જગ્યા છે. જેના માટે એક નાનું તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવમાં શિવલિંગ જોવા મળે છે તેમ કહેવાય છે. શિવલિંગ મળ્યા બાદ હિંદુ પક્ષ જિલ્લા દરબારમાં પહોંચી ગયો હતો, જ્યાં તેને સાચવી રાખવામાં આવ્યુ હોવાનું કહેવાયું હતું. બનારસ કોર્ટે આદેશ આપ્યો છે કે જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવામાં આવે. કોર્ટે આ આદેશ વારાણસી જિલ્લા પ્રશાસનને આપ્યો હતો. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં કોઇના આવવા પર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
હિન્દુ અરજદારના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “અમે ગઈકાલે જ વાંધો નોંધાવ્યો હતો. અમે વજુ કરવાની જગ્યાનું પાણી સૂકું જોવા માંગતા હતા, આજે અમે અમારી પોતાની આંખોથી જોયું કે ત્યાં શિવલિંગ છે. અમે આ વાત બહાર કહીને કે કોર્ટમાં જઈને કોઈ અવમાનના નથી કરી. અમે કોર્ટમાં માંગ કરી હતી કે તળાવને સીલ કરવામાં આવે. અમને લાગતું હતું કે કોઈ છેડછાડ કરી શકે છે. અમે જે કર્યું તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મુસ્લિમ પક્ષ કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે.” મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ આલોકનાથ યાદવે કહ્યું કે, “મારે હજુ સુધી આદેશની કોપી વાંચવાની બાકી છે. તળાવને સીલ કરવાના આદેશને રદ કરવા અમે કોર્ટમાં જઈશું. અમે તમામ કાનૂની પગલાં લઈશું.”
વાસ્તવમાં આજે જ્ઞાનવાપી શ્રુંગાર ગૌરી મસ્જિદનો ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને સર્વેનો રિપોર્ટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે જ બનારસ કોર્ટમાં હિન્દુ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો છે કે મસ્જિદ પરિસરની અંદર આવેલા તળાવમાં શિવલિંગ મળી આવ્યું છે. એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “તળાવનો ઉપયોગ શુદ્ધિકરણ માટે કરવામાં આવ્યો હતો.” જ્યારે આ જ જગ્યાને હવે સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે સામે મસ્જિદ સમિતિની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થવાની છે. ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ અને પી એસ નરસિમ્હાની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે. જ્ઞાનવાપી વિવાદ કેસમાં અરજદાર અંજુમન સામ્બિયા મસ્જિદ સમિતિએ જ્ઞાનવાપીમાં સર્વે પર સ્ટે માંગ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











