નવજીવન ન્યૂઝ.રાજકોટઃ વેકેશન ખુલી ગયું છે અને શાળાઓમાં ફરી વિદ્યાર્થીઓની અવરજવર થવા લાગી છે. દરમિયાનમાં રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે પરિપત્ર બહાર પડાયો છે જેમાં જ્યાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે તે શાળા સારી પસંદ કરવાની સૂચના અપાઈ છે. ઉપરાંત મોટી અને વધુ વિદ્યાર્થીઓ હોય તેવી શાળા પસંદ કરવાની છે તેવા સૂચનો પણ આપ્યા છે. સૂચનોથી તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, સારી સ્કૂલ અને સારી સંખ્યા મહાનુભાવોની છબી માટે સારું છે અને જો ખરાબ સ્કૂલ પસંદ થઈ જશે તો તેની અસર મહાનુભાવની છબી પર પણ પડશે.
ગુજરાતમાં હાલમાં શાળાઓમાં પ્રવેશોત્સવ કરવાની તંત્રની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે. એમાં પણ જ્યારથી આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીની શાળાઓના મોડલ સાથે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી કરી ગુજરાત કરતાં દિલ્હીની શાળાઓ વધુ સારી હોવાનું કહ્યા પછી જાણે રિતસર દેખાડો કરવાનું બંને સરકારો વચ્ચે યુદ્ધ ચાલ્યું હોય તેવી સ્થિતિ હતી. તેવા સંજોગોમાં ચૂંટણી પણ આવી જ રહી છે ત્યારે શૈક્ષણીક સ્તરે લોકો વચ્ચે એક સારી છબી ઊભી થવી પણ એટલી જ જરૂરી છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન શું કરવું તે અંગે પરિપત્ર બહાર પડાયો છે. રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલો આ પરિપત્ર વિવાદનું કેન્દ્ર બની ગયો છે. શૈક્ષણિક જગતમાં આ પરિપત્ર વિવિધ ચર્ચાઓનું પણ કેન્દ્ર બન્યો છે. તેમાં ખાસ કરીને મહાનુભાવો જે શાળામાં હાજર રહેવાના હોય તે શાળા સારી હોવી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોવા વગેરે જેવા સૂચનો અપાયા છે. પરિપત્રમાં લખાયું છે કે, રાજ્ય કક્ષાએથી આવનારા મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઈ પસંદ કરવી, શક્ય હોય ત્યાં સુધી SoE (સ્કૂલ ઓફ એક્સેલેન્સ)ના પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલી શાળા ફાળવવી અને તેની યાદી અત્રેની કચેરી પર મોકલી આપવી. જોકે જીતુ વાઘાણીએ આ મામલે કહ્યું કે, પરિપત્રના શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે, વિરોધીઓ તેનો અપપ્રચાર કરી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











