નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈ સાયબર ફ્રોડ કેસીસમાં એક નવું પાનું ઉમેરાયું છે. ડિજિટલ એરેસ્ટથી લઈને ઓટીપી સહિતના મામલાઓ જ્યારે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર બની ચુક્યા હતા. લોકોએ લાખો નહીં પણ કરોડો ગુમાવ્યા છે. ડિજિટલ ફ્રોડ મામલામાં વડોદરાની આ ઘટનાએ તો ખરું કર્યું છે. ભેજાબાજોએ વ્હોટ્સેપ પર જે વ્યક્તિને છેતરવાનો છે તેના જ ઓળખીતા ચહેરાનો ફોટો અને ડિટેઈલનો ઉપયોગ કર્યો છે.
વાત એવી છે કે, થોડા સમય અગાઉ વડોદરાની સાયબર ક્રાઈમ શાખા પાસે એક ફરિયાદ આવી હતી. જેમાં એક એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા સંજય ગોપિવલ્લભ ભટ્ટાચાર્યે પોતાની સમગ્ર વાત કરી હતી. તેમણે કહ્યું કે, તે સાઈન્ટિફિક ટેક્નોલોજી પ્રા.લી.માં સિનિયર પદ પર કામ કરે છે. ગત 17મી ઓક્ટોબર 2024એ તેઓ કંપનીમાં હતા ત્યારે તેમના ફોન પર એક અનનોન નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવ્યો જેમાં તે વ્યક્તિએ પોતાની ઓળખ કંપનીના માલિક અંકુર જૈન તરીકે આપી. વ્હોટ્સએપ પર કહ્યું કે આ તેમનો નવો નંબર છે. ડીપી ચેક કર્યો તો તેમાં ફોટો પણ માલિક અંકુર જૈનનો જ હતો.
આ દરમિયાન વધુ એક મેસેજ આવ્યો કે હું હાલ એક સરકારી કર્મચારી સાથે મિટિંગમાં છું અને કંપનીના નવા પ્રોજેક્ટ માટે રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. કંપનીના ખાતામાં બેલેન્સ કેટલું છે? આવું કહેતા સંજયભાઈએ વિગત આપી. ત્યારે પ્રોજેક્ટના એડવાન્સ પેટે 69 લાખ રૂપિયા ટ્રાન્ફર કરવાના છે તેવું કહ્યું. તો સંજયભાઈએ કહ્યું કે કયા કારણોસર રૂપિયા જોઈએ છે અને તેના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મોકલી આપો. ત્યારે જવાબ આવ્યો કે ડોક્યુમેન્ટ્સ પછી આપી દઈશ હાલ મિટિંગમાં છું તમે રૂપિયા ટ્રાન્સફર કરો. આમ માલિક તરીકેનું વર્તન અને તસવીર મુકી વિશ્વાસ કેળવ્યો અને બેન્ક ખાતાની વિગતો સંજયભાઈને મોકલી.
સંજયભાઈએ પહેલા 19 લાખ રૂપિયા પછી 50 લાખ રૂપિયા અને એમ કરી 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આમ રૂપિયા મેસેજમાં દર્શાવેલા ખાતામાં પહોંચી ગયા, પણ પછી વધુ રૂપિયાની માગણી થવા લાગી જેથી સંજયભાઈે શંકા થઈ. તેમણે માલિકના પત્નીને ફોન કરી તે નંબર અંગે વાત કરી તો ખબર પડી કે આ નંબર તો અંકુર જૈનનો છે જ નહીં. આમ 69 લાખ રૂપિયા તો બીજા ખાતામાં ગયા પણ છેતરાયાનો અનુભવ પણ થયો. આખરે તેમણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. વડોદરા સાયબર ક્રાઈમે તેમની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઈમે રાજકોટ જેલમાં રહેલા આ મામલાના આરોપી હાર્દિક ઉર્ફે રવિ રાજેશ પરમાર (26) અને નવાઝ ફારુક બુખારી (26)ની રાજકોટ જેલથી કસ્ટડી મેળવી ધરપકડ કરી છે. કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ તેમને આ રિમાન્ડ પુરા થતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








