Wednesday, December 11, 2024
HomeGujaratVadodaraગાંજાની હેરાફેરીના આરોપીને SOGએ વેશપલટો કરી ત્રણ વર્ષે ઝડપી પાડ્યો

ગાંજાની હેરાફેરીના આરોપીને SOGએ વેશપલટો કરી ત્રણ વર્ષે ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાતમાં ચરસ-ગાંજાની હેરાફેરી (Ganja trafficking) કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અનેક પ્રકારની તરકીબો અજમાવે છે. કેમ કે આરોપી પણ એટલો ચતુર હોય છે કે સરળતાથી પોલીસ પકડમાં આવતો નથી. પોલીસ (Vadodara Police) પણ આરોપી કરતાં વધુ ચપળ છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસે બહુરૂપીનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી રાધેશ રાઠવા નામના આરોપી સામે NDPS એક્ટ મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી. 3.99 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપી રાધેશ ત્રણ વર્ષથી ફરાર થઈ ગયો હતો. આરોપીને ઝડપી પાડવા પાણીગેટ પોલીસ તથા SOG સતત પ્રયત્ન કરી રહી હતી પણ આરોપી પોલીસ પકડથી દૂર હતો. પણ SOGને બાતમી મળી કે આરોપી રાધેશ છોટાઉદેપુરના નસવાડીમાં ખરીદી કરવા આવે છે.

- Advertisement -

SOGને મળેલી બાતમીને આધારે આરોપીને પકડી પાડવા પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યો. કોઈ પોલીસકર્મીએ પકોડીની લારી ચલાવી તો કોઈએ નાળિયેરની લારી ચલાવી. સતત ત્રણ દિવસ સુધી SOG વેશ પલટો કરી આરોપીને પકડવા મથતી રહી. છેવટે ત્રણ દિવસ બાદ આરોપી રાધેશ નાળિયેરની લારી પર નાળિયેર ખરીદવા આવ્યો અને વેશપલટો કરી વોચ રાખી રહેલી SOGએ આરોપીને દબોચી લીધો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular