Wednesday, August 12, 2026
HomeGujaratનવસારીની સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસાયેલા દાળ-ભાતમાં મૃત ગરોળી મળી આવતા સર્જાયો...

નવસારીની સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસાયેલા દાળ-ભાતમાં મૃત ગરોળી મળી આવતા સર્જાયો વિવાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારી: ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનની યોજના (Mid-day Meal) શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શાળામાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાં સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. ગુજરાતના નવસારીમાં (Navsari) આવેલી એક સરકારી શાળામાંથી (Government School) દાળભાતના ભોજનમાંથી મૃત ગરોળી (Dead Lizard) નીકળી હોવાની ઘટના સામે આવી છે. જે ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વાલીઓમાં પણ આ પ્રકારે બેદરકારીપૂર્વક ભોજન પિરસવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જવાબદાર જે-તે ખાનગી સંસ્થા છે, જેને ભોજન પરવાનો આપવામાં આવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના ગાંભણી ગામમાં આવેલી પાલીયા સરકારી શાળામાં આજે બપોરે વિદ્યાર્થીઓને ભોજન પિરસાવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન ભોજનની થાળીમાંથી મૃત ગરોળી મળી આવી હતી, જોકે દાળ-ભાતમાંથી ગરોળી મળી આવતા તાત્કાલિક આ બાબત શાળાના શિક્ષકના ધ્યાને આવી હતી અને ભોજનનું વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું. સરકારી શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન આ પ્રકારની બેદરકારીપૂર્વક ઘટના સામે આવતા આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, દાળ-ભાતની અંદર મૃત ગરોળી જોવા મળી રહી છે. આ અગાઉ પણ મધ્યાહન ભોજનમાં વંદો નીકળવાની ઘટના સામે આવી હતી.

- Advertisement -

આ પ્રકારની ઘટના સામે આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને મધ્યાહન ભોજન પિરસવામાં આવતા ખોરાકની ગુણવત્તાની તપાસ જિલ્લા શિક્ષણ સ્તરે કરવામાં આવે તેવી માગણી કરી છે. તેમજ જે ખાનગી સંસ્થાઓને ભોજન માટે લાયન્સ આપવામાં આવ્યા છે તેમની સામે પણ ગંભીર બેદરકારી બદલ પગલા લેવામાં તેવી માગ કરી છે. ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ એક્શનમાં આવ્યા છે અને સમ્રગ મામલે તપાસના આદેશો આપ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular