નવજીવન ન્યૂઝ, ગાંધીનગરઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખૈલયા દ્વારા પણ તડામાર તૈયારી કરી લેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી માહામારીના કારણે નવરાત્રીની ઉજવણી ન થતાં આ વર્ષે ખૈલયાઓ નવરાત્રીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ વર્ષે નવરાત્રીમાં મન મૂકીના ગરબમાં જૂમવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા તહેવારને લઈને કોઈ નિયત્રણ રાખવામાં આવ્યું નથી. ઉપરાંત રાત્રે 12 વાગ્યા સુધી પણ લાઉડ સ્પીકર વાગાડી શકવાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતની આસપાસના 100 મીટર કે તેથી વઘુના વિસ્તારને સાયલન્સ એરિયા ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.