Monday, April 27, 2026
HomeGujaratભરૂચમાં ગરમીનો પારો 100 ડીગ્રીઃ ચૈતર વસાવા અને એક વ્યક્તિની સામ સામા...

ભરૂચમાં ગરમીનો પારો 100 ડીગ્રીઃ ચૈતર વસાવા અને એક વ્યક્તિની સામ સામા લાફાવાળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ગુજરાત ભરમાં હમણાં ગરમીનો માહોલ છે અને હિટ વેવના કારણે સહુને એલર્ટ પણ રહેવા માટેની ગાઈડલાઈન્સ છે. પરંતુ અહીં મગજ પણ ગરમીમાં શાત કેવી રીતે રાખવું તેની ગાઈડલાઈન્સ પણ બહાર પાડવી પડે તેવું કોઈ કરતું નથી. ખેર, મામલો એવો છે કે ભરૂચના ઝઘડીયામાં અચાનક તાપમાન 40થી વધીને 100 ડીગ્રી થઈ ગયું છે. અહીં મગજના તાપમાનની વાત છે. જેને કારણે ચૈતર વસાવાનો લાફો એક વ્યક્તિને અને પછી પેલા વ્યક્તિનો લાફો ચૈતર વસાવાને એવી ઘટના ઘટી છે.

જોકે એક એક લાફાથી બધુ સરભર થઈ જતા ચૈતર વસાવા તો કંટ્રોલમાં આવી ગયા હતા પરંતુ અન્ય જે સામેનો વ્યક્તિ હતો તેનો પારો ઠંડો થતો નહોતો. તે વ્યક્તિને લોકોએ પકડી રાખવો પડ્યો, તેણે ચૈતર વસાવાને છૂટ્ટો મોબાઈલ માર્યો, છૂટ્ટો દંડો પણ માર્યો. આમ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આવું કેમ બન્યું તેનો જવાબ જાણી લઈએ.

- Advertisement -

મામલો એવો હતો કે…. ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ગંભીર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ દુર્ઘટનામાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે.

ઘટના બાદ કંપની મેનેજમેન્ટ તરફથી પીડિતોના પરિવારજનો સાથે કોઈ સીધી વાતચીત ન કરવામાં આવતા રોષનો માહોલ સર્જાયો હતો. કામદારોના પરિવારજનો અને સ્થાનિક લોકો કંપનીના ગેટ બહાર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા અને ઘટનાની જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી હતી.

પરિસ્થિતિ વધુ તંગ ત્યારે બની જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેટ ન ખોલાતા તેઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન ધક્કામુક્કી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા, જેના કારણે ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ અને હંગામો તેજ બન્યો.

- Advertisement -

સ્થિતિ બેકાબૂ બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લીધા હતા. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ જવાબદારોને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ હતો મામલો… ત્યાં અચાનક મૃતકોના સગાઓમાં બે ફાંટા જોવા મળ્યા. એક વ્યક્તિ જેનું નામ હતું રોજન વસાવા, તે તેના પરિજન માટે આવ્યા હતા. કંપની સાથે વળતરનું ગોઠવાઈ જતા તેઓ સંતુષ્ટ હોવાનું તેમણે કહ્યું હતું. જોકે સાથે જ એવા આરોપ પણ લગાવ્યા હતા કે ચૈતર વસાવા અહીં માત્ર કંપની પાસે પૈસા માટે આવ્યા છે. અહીં તેઓ હોબાળો કરે નહીં. માત્ર ચૈતર વસાવા માટે અમે આ વીડિયો બનાવીએ છીએ. આ વીડિયો પણ અમે અહીં દર્શાવી રહ્યા છીએ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular