Wednesday, December 11, 2024
HomeBusinessનેચરલ ગેસમાં ફન્ડામેનટલ્સ બદલાતા ભાવમા અનાપસનાપ ઉછળકુદ

નેચરલ ગેસમાં ફન્ડામેનટલ્સ બદલાતા ભાવમા અનાપસનાપ ઉછળકુદ

- Advertisement -

મંદિવાળાનો બજાર પર કબજો લેવાનો પ્રયાસ: બજાર હજુ મંદીનું મોમેન્ટમ ધરાવે છે

રાશિયાનો હાઇપર સોનિક મિસાઈલથી યુક્રેન પર હુમલો: યૂરોપમાં નેટ ગેસની અછત સર્જાવાની ચિંતા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભૂ-રાજકીય ઘટનાઓ અને હવામાન બદલાવોએ નેચરલ ગેસના (Natural Gas) ભાવને જબ્બર પ્રભાવિત કર્યા છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધે (Russia Ukraine War) યુરોપીય બજારમા ઉથલપાથલ મચાવી છે. આ ચિંતાઓને પગલે તાજેતરમાં ટ્રાન્સફર ટાઇટલ ફેસેલિટી પર ભાવ ૨.૫ ટકા વધી ગયા હતા. યુરોપિયન પાવર પ્રોડ્યુસર ગઝપ્રોમએ ઓઇલ અને ગેસના ઉત્પાદક અને વિક્રેતા ઓવીએમ ગ્રૂપને સપ્લાય અટકાવી દેતા પણ આ સમસ્યા સર્જાઇ હતી. અલબત્ત, રાશિયાથી વાયા યુક્રેન યુરોપને મોકલાતા ઓઇલ અને ગેસમાં કોઈ વ્યવધાન નથી આવ્યું.

શુક્રવારે એકાએક વેચવાલીનું દબાણ આવ્યું અને પાછલા પાંચ સત્રથી વધી રહેલા ભાવ, ઘટીને ૩.૨૭ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થયા. ઝડપી તેજી બાદ મંદિવાળાઓએ બજાર પર કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. આવા એકાએકના ગાબડા પછી એવું નક્કી થયું કે બજાર હજુ મંદીનું મોમેન્ટમ ધરાવે છે. ચાર્ટ પર આને લીધે મંદિવાળાઓએ એક કેન્ડલસ્ટીક સ્થાપિત કરી દીધી, જેને લીધે મજબૂત વેચવાલી આવી શકે એવા સંકેત આપ્યા. સર્વાંગી ફન્ડામેનટલ્સને ધ્યાને લઇ તો ટૂંકાગાળામાં મંદીનો એક ઝોક આવી શકે છે.

- Advertisement -

આગામી દિવસોમાં શિયાળાના વધુ ઠંડા દિવસોની આગાહી થતાં, ગત સપ્તાહમાં નેચરલ ગેસના ભાવ ધીમી પણ સ્થિરગતિએ ૧૦.૮૪ ટકા વધી ૩.૫૬ ડોલર, ઓકટોબર ૨૦૨૩ની ઊંચાઈ નજીક પહોંચી ગયા. શુક્રવારે કોમોડિટી વેધર ગ્રુપે જાહેર કર્યું કે પશ્ચિમ અમેરિકામા બે થી ૬ ડિસેમબર સુધી હવામાન હુંફાળું રહેશે, અને નફારૂપી વેચવાલી આવી. જે દર્શાવે છે કે બજાર ઓવર સપ્લાય છે તેથી બજાર વધુ સંવેદનશિલ રહેશે. સોમવારે ભાવ ઇન્ટ્રાડેમા વધીને ફરી ૩.૫૩ ડોલર થઈ ગયા ૩.૪૨ ડોલર સુધી નીચે ગયા હતા.

જો ૨૦૨૫ના ભાવની વિવેચના કરીએ તો સાવચેતી પૂર્વકનો આશાવાદ રાખી શકાય. બધો આધાર વૈશ્વિક માંગનું વલણ, સપ્લાય અછતની મુશ્કેલીઓ, તેમજ હવામાન અનિશ્ચિતતાઓ જેવા ફંડામેન્ટલ્સ પર નિર્ભર કરે છે. બેન્ક ઓફ અમેરિકા કહે છે કે વર્ષ દરમિયાન હેન્રી હબ ખાતે સરેરાશ નેચરલ ગેસ ભાવ ૩.૩૩ ડોલર રહી શકે છે. આનો અર્થ એ થાય કે ૨૦૨૪ના વર્ષ દરમિયાન ભાવ, પ્રમાણમાં નીચા રહ્યા, તેમાં સુધારો જોઈ શકાય છે. રાશિયાએ હાઇપર સોનિક મિસાઈલથી યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ યુધ્ધ વધુ વકરશે એવા ભય વચ્ચે યૂરોપમાં નેટ ગેસની અછત સર્જાવાની ચિંતાએ, તેજી એક વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગઈ.

નેચરલ ગેસના ભાવમા જે કાઇ ઉછાળા આવ્યા તે, સામાન્ય કરતાં વધુ ઠંડા શિયાળાની આગાહીને લીધે હતા. મારેક્સ ટેકનોલોજીસે ૨૮ નવેમ્બરથી ડિસેમ્બર આરંભ સુધીમાં ઠંડીનું પ્રમાણ વધશે એવી આગાહી કરી હતી, જેને લીધે ઘરોને હૂંફાળા રાખવા માટે નેચરલ ગેસની માંગ વધવાનું જોખમ વધી ગયું હતું. ટ્રેડરોએ આ આગાહીને ગંભીરતાથી લઈને ભાવને ૩.૦૪ ડોલરના પીવોટ પોઈન્ટ બોટમથી ઓકતાબર ઊંચાઈ સુધી ખેંચી ગયા હતા. પુરવઠા અછતની ચિંતાઓ બજારમાં છવાયેલી રહી હતી.

- Advertisement -

અમેરિકાના એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટર ૧૫ નવેમબર કહ્યું કે સ્ટોરેજ લેવલ ૩૯૬૯ અબજ ક્યુબિક ફૂટનું છે, જે પાંચ વર્ષની સરેરાશ કરતાં ૨૩૯ અબજ ક્યુબિક ફૂટ લેવલે છે. આનાથી બજારમાં એવા સંકેત ગયા કે અમેરિકા પાસે શિયાળું માંગને પહોંચી વળવા પૂરતો પુરવઠો છે. ઊંચા ભાવનો લાભ લેવા ઉત્પાદકોએ પણ અમેરિકામાં ડ્રાય ગેસનું ઉત્પાદન, સહેજ વધારીને દૈનિક સરેરાશ ૧૦૧.૧૦ અબજ ક્યુબિક કર્યું હતું. બાકાર હ્યુજીસે કહ્યું કે ડ્રિલિંગ રીગની સંખ્યામાં નજીવો વધારો થયો છે, આથી જો ભાવ વર્તમાન સપાટીએ જળવાઈ રહેશે તો સપ્લાય વૃધ્ધિ પણ આગળ વધશે.

રશિયા યુક્રેન વચ્ચેનો ગજગ્રાહ, વિન્ડ ફાર્મ વીજળી ઉપાર્જનમાં નજીવો ઘટાડો, અને ઠંડા હવામાનને પગલે યુરોપિયન નેચરલ ગેસનો ભાવ, નવેમ્બર મહિનામાં ૧૬ ટકા ઊછળીને ૪૬ યુરો પ્રતિ મેગાવોટ અવર થયો હતો. ડચ ટાઇટલ ટ્રાન્સફર ફેસએલિટી એજનસી કહ્યું કે બજારમાં પુરવઠા અછત અને સપ્લાયમાં અવરોધ આવશે સાથે જ ઘરોને ગરમ રાખવા ગેસની માંગ વધશે તો ૨૦૨૫ મા ભાવ વૃધ્ધિ જળવાઈ રહેશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular