વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાતના આદિવાસી પછાત અંતરિયાળ વિસ્તારમાં ઝોલા છાપ તબીબોનો રાફડો ફાટ્યો છે.કોરોના કાળમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા જેવા આદિવાસી વિસ્તારમાંથી પોલીસે ઢગલા બંધ ઝોલા છાપ ડિગ્રી વગરના તબીબોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં ઝોલા છાપ તબીબો બેરોકટોક પોતાની પ્રવૃતિઓ ચાલુ જ રાખે છે. હાલમાં જ નર્મદા પોલીસે તિલકવાડા વિસ્તાર માંથી ઝોલા છાપ તબીબને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જિલ્લા માંથી બોગસ ડિગ્રીને આધારે તબીબી સારવાર કરતા લોકો પર વોચ રાખી કાર્યવાહી કરવા પોલીસ ટીમોને સૂચના આપી છે.નર્મદા જિલ્લા એલ.સી.બી પીઆઈ એ.એમ.પટેલ અને એમના સ્ટાફને બાતમી મળી હતી કે તિલકવાડાના સાવલી ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે. એ બાતમીને આધારે વોરિયા પી.એચ.સીથી મેડીકલ ઓફીસર ડો. હેનીલ મયુરભાઇ ઉપાધ્યાયને સાથે રાખી સાવલી ગામમાં જઈ તપાસ કરતા ત્યાં એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાઈ આવ્યું હતું. એ મકાન ઉપર રેડ કરતા સુભાષચંદ્ર સનાતન મલ્લીક (રહે. સાવલી ગામ તા.તિલકવાડા જી.નર્મદા ) દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવતા પોલીસ ટીમે એને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઈ સર્ટી નહી હોવાનું એણે જણાવ્યું હતું. દરમિયાન પોલીસે પૂછ્યું તમે કેટલું ભણ્યા છો તો એ બોગસ તબીબે કહ્યુ સાહેબ 12 ધોરણ.બીજી બાજુ નર્મદા એલ.સી.બી એ સાગબારાના સીમઆમલી ગામમાંથી બોગસ તબીબ સંતોષ દશરથ ઢાણકાને પણ ઝડપી પાડયો હતો.
જેથી નર્મદા એલ.સી.બી ટીમે એ તિલકવાડાના બોગસ તબીબ પાસેથી એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ નીડલ, એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ. રૂ.52,430/- ના મુદ્દામાલ અને સાગબારના બોગસ તબીબ પાસેથી 5,099 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












