નવજીવન.અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની ચુંટણી થવા જઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે જૂના જોગીઓની મદદ લેવાય તો તેમાં કંઈ નવાઈ નહિ. ગઈકાલે ડાયરીના વિતરણ પ્રોગ્રામમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને શકરસિંહ વાઘેલા એક મંચ ઉપર જોવા મળ્યા હતા. ઉપરાંત જગદીશ ઠાકોરે જાહેરમંચ પરથી બાપુના વખાણ કર્યા હતા. તો બીજી બાજુ આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ નરેશ પટેલને લઈને નિવેદન આપ્યું હતું.
સમગ્ર બાબતે જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક સંસ્થા દ્વારા ડાયરી વિતરણનો પ્રોગ્રામ હતો. જે એક અઠવાડિયા પહેલાં નક્કી થયો હતો. આ પ્રોગ્રામમાં શંકરસિંહ વાઘેલા પણ આવવાના હતા. અમે કાર્યક્રમ પૂરતા જ મળ્યા હતા. બીજી કોઈ વ્યક્તિગત ચર્ચા થઈ નથી. જે રાજકીય આગેવાનો કોંગ્રેસમાં આવવા માંગતા હશે તે માટેની ચર્ચા વિચારણા કરી હાઈકમાન્ડ સાથે મંજૂરી લઈને આગળની વિધિ કરીશું. નરેશભાઈ હોય કે શંકરસિંહ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેશ પટેલ એક મોટો ચહેરો છે. તેમણે કોંગ્રેસ પાર્ટી જોડે કામ કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે તેની એમને પણ ખુશી થશે.
અત્રે ઉલ્લેખીય છે કે તેમની વચ્ચે ચાલતી વાટાઘાટો મીડિયાની સામે લાવવાનો ઇનકાર કરી દીધો હતો. તાજેતરમાં રઘુ શર્મા અને અલ્પેશ કથિરીયા વચ્ચે બંધ બારણે મિટિંગ થઈ હતી. ત્યારે આગામી વિધાન સભામાં પાટિદાર કાર્ડ કોંગ્રેસ માટે કેટલું મહત્ત્વનું સાબિત થાય છે તે આગામી સમયમાં જ બહાર આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












