નવજીવન. ધંધુકા: મંગળવારે અમદાવાદનાં ધંધુકા તાલુકામાં માલધારી સમાજના એક યુવકની ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટના બની હતી. મૃતક કિસનની બે યુવકોએ બાઇક પર આવીને ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ સમગ્ર ધંધુકામાં રોષનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સતર્ક હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાર બાદ આજે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
યુવકની હત્યાનો મામલો ઉગ્ર બની ગયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ આ ઘટનાને લઈને લોકો પણ બંધનું સ્વયંભુ પાલન કરી રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે હત્યા કરનારા આરોપીઓને ઝડપી પકડવામાં આવે. સાથે જ તેમણે એવી ધમકી પણ આપી હતી કે જો યુવકના હત્યારાઓને 3 દિવસમાં પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
મૃતક કિશને થોડા દિવસ અગાઉ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ધર્મ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી હતી. આ પોસ્ટનો બદલો લેવા માટે જ યુવકની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. જ્યારે કિશને આ પોસ્ટ કરી તે સમયે તેના સામે પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેની આ પોસ્ટના કારણે અન્ય ધર્મના કેટલાક લોકો રોષે ભરાયા હતા.

મંગળવારે જ્યારે કિશન ધરની બહાર નીકળયો ત્યારે બે યુવકોએ બાઇક પર આવીને ગોળી મારીને કિશનની હત્યા કરી દીધી હતી. જોકે આજે પોલીસ દ્વારા 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં પોલીસ તપાસમાં વધુ વિગતો જાણવા મળશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












