Monday, April 20, 2026
HomeGeneralBreaking : ગુજરાતના વધુ એક IPS કોરોના સંક્રમિત થયા, પશ્ચિમ કચ્છનાં SP...

Breaking : ગુજરાતના વધુ એક IPS કોરોના સંક્રમિત થયા, પશ્ચિમ કચ્છનાં SP સૌરાભસિંગ હોમકોરોન્ટાઇન…

- Advertisement -

જયેશ શાહ (નવજીવન.કચ્છ) : ગુજરાતનાં ડીજીપી સહિત અનેક પોલીસ ઓફિસર્સ અને જવાનો કોરોનાની ત્રીજી લહેરમાં સપડાઈ ચુક્યા છે ત્યારે વધુ એક IPS ઓફિસર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેને પગલે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પણ તેઓ જોવા મળ્યા ન હતા. તેમની સાથે તેમની પત્ની પણ સંક્રમિત થયા હોવાને કારણે બંને હાલ હોમ કોરોન્ટાઇન છે.

થોડા દિવસો પહેલા જ પશ્ચિમ કચ્છ ભુજનાં પોલીસ અધિક્ષક સૌરભસિંગ કોરોના પોઝિટિવ આવતા તેમણે ઓફીસ આવવાનું બંધ કરીને ઘરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની સાથે તેમના પત્ની પણ સંક્રમિત થતા બંને હોમ કોરોન્ટાઇન થઈ ગયા હતા. આઇપીએસ સૌરભસિંગ હોમકોરોન્ટાઇન હોવાને પગલે તાજેતરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પરેડની કમાન્ડ પૂર્વ કચ્છનાં એસપી મયુર પાટીલે સાંભળી હતી. સૌરભસિંગનો હોમકોરોન્ટાઈનનો સમય સમાપ્ત થઈ ગયા બાદ પણ તેઓ બે દિવસ સીએલ ઉપર હોવાને પગલે હજુ તેમની તબિયત નાદુરસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે સિંગ 29મી જાન્યુઆરીએ પશ્ચિમ કચ્છ એસપીનો ચાર્જ સાંભળશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

- Advertisement -



વાયબ્રન્ટ ગુજરાતની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી ત્યારથી જ ગુજરાતનાં IAS અને IPS અધિકારીઓ ત્રીજી લહેરમાં કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયા સહિત અમદાવાદ પોલીસમાં 300થી વધુ પોલીસને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે. પોલીસ કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સ હોવાને કારણે પણ તેમને ચેપ લાગવાનો સૌથી વધુ ભય રહેતો હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular