Thursday, April 24, 2025
HomeGujaratનકલી હળદર મામલે તપાસનો રેલો દક્ષિણ ભારત સુધી પહોંચ્યો

નકલી હળદર મામલે તપાસનો રેલો દક્ષિણ ભારત સુધી પહોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: Nadiad News: થોડા દિવસ અગાઉ ગુજરાતના નડિયાદમાંથી (Nadiad) નકલી હળદર બનાવતી ફેકટરીનો કૌભાંડ (Fake turmeric Factory racket) ઝડપાયું હતું. જેની તપાસનો રેલો દક્ષિણ ભારત સુધી પહોંચ્યો છે. જ્યા નડિયાદ ટાઉન પોલીસના (Nadiad Police) અધિકારીઓ નકલી હળદરની બનાવટને લઈ કોચી પહોંચ્યા છે. જેમાં એલોયરિઝન નામનો કેમિકલ હળદરમાં ભેળસેળ કરી લોકોને આરોગ્ય સાથે ચેડા કરવાનો કાવતરૂ ચાલી રહ્યું હતું. જે કેમિકલ દક્ષિણ ભારતના કોચી ખાતે આવેલી એક ફેકટરીમાંથી મોકલવામાં આવતું હતું. જે અંગે ગુજરાત પોલીસ (Gujarat Police) કોચી (Kochi) પહોંચી તપાસ શરૂ કરી છે.

Fake turmeric racket busted in Nadiad
Fake turmeric racket busted in Nadiad

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ નડિયાદના મેઈન રોડ વિસ્તારમાંથી નકલી હળદર બનાવતી ફેકટરી (Duplicate turmeric making Factory) ઝડપાઈ હતી. જ્યાં પોલીસે બાતમીના અધારે ફેકટરીમાં દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી અને 1 કરોડથી વધુનો મુદ્દામાંલ કબ્જો કર્યો હતો. જેમાં જપ્ત કરેલા નકલી હળદરના સેમ્પલ FSL ખાતે મોકલવામાં આવ્યા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી સમ્રગ જથ્થો સીઝ કર્યો હતો

- Advertisement -

વધુ વાંચો : નકલી હળદરનું કૌભાંડ ઝડપાયું! નડિયાદની ફેક્ટરીમાં કેમિકલથી બનતી હતી હળદર

આરોપીની પૂછપરછમાં તેઓ ડુપ્લીકેટ હળદર બનાવી વેચતા હતા. તેની અંદર એલોયરિઝન નામનું કેમિકલ વપરાવામાં આવતું હતું.

જેના અધારે પોલીસે હવે દક્ષિણ ભારત સુધી તપાસનો દોર લંબાવ્યો છે. પોલીસ અધિકારીઓની એક ટીમ કેમિકલ આપનાર શખ્સને ઝડપી પાડવા કોચી પહોંચી હતી. જ્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ કેમિકલ મોકલનાર કંપની પર પહોંચતા ફેકટરી બહાર તાળાબંધી જોવા મળી હતી અને આરોપી માલિકો ફોન સ્વીચ કરી નાસી છુટ્યા છે.

અત્યાર સુધી આરોપીઓ કેટલી માત્રામાં કેમિકલનો જથ્થો માંગવી ચુક્યા છે? અને કેટલા પ્રમાણ વેચાણ કરી ચુક્યા છે? તે તમામ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

- Advertisement -

TAG: Nadiad News, Fake turmeric Factory racket, Nadiad Police

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular