નવજીવન ન્યૂઝ.વડોદરા: વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરાગામમાં શુક્રવારે રહસ્મય ગુમ થયેલી બે સગી બહેનોનું મૃતદેહ નર્મદા નદીની કેનાલમાંથી મળી આવતા પટેલ પરિવામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘરમાં કોઈ બાબતને લઇ બબાલ થતા બંને બહેનો ઘર છોડી જતી રહી હતી અને શુક્રવાર બપોરથી ગુમ થયેલી બંને સગી બહેનોએ ગામમાં આવેલી નર્મદા નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું, જેને લઇ નદીમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.જો કે ઘટના પગલે લોકોના ટોળેટાળા એકઠા થયા હતા આ અંગે પોલીસની જાણ કરાતા કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુમ થયેલા બાળકીઓ અંગે પરિવારને જાણ કરી મૃતદેહને અંગે ખરાઇ કરી પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હ
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ફતેપુરા ગામના વતની પ્રવીણ પટેલે શુક્રવારના રોજ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી કે તેની બે દીકરી સિદ્ઘિ ઉં (17) અને ડિમ્પલ (19) શુક્રવાર બપોર બાદથી ગુમ છે. જેને કોઇ પત્તો લાગતો નથી આ અંગે કરજણ પોલીસે ગુનો નોંધી બાળકીઓની તપાસ હાથધરી હતી.
ફતેપુરા ગામથી પસાર થતી નર્મદા નદીમાં બે મૃતદેહ તરતા જોતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી જેમાં નદી ખાતે લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. જ્યાં સ્થાનિકોએ તરવૈયાઓની મદદ લઇ બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યુ હતું જે અંગે કરણજ પોલીસ જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે પોલીસે પ્રથામિક તપાસ કરતા ફતેપુરા ગામની ડિમ્પલ અને સિદ્વિ નામની બે સગી બેહેનો ગુમ થયા હોવાની પોલીસે ચોપડે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે પરિવારને જાણ કરતા પ્રવણી પટેલ સહિત પરિવારજનો નદી ખાતે દોડી આવ્યો હતો અને દીકરીઓના મૃતદેહ જોતા પરિવારનો હૈયાફાટ રૂદન જોવા મળ્યો હતો. બાળકીઓના નદીમાંથી મૃતદેહ મળી આવતા સમ્રગ ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796