નવજીવન ન્યૂઝ. ભોપાલ: MP Train Accident:મધ્યપ્રદેશના સિંહપુર રેલ્વે સ્ટેશન પર આજરોજ બુધવારે મોટો અકસ્માત થયો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે બિલાસપુર ઝોનના શહડોલ (Shahdol) ઉપમંડળના સિંહપુર રેલ્વે સ્ટેશન પર બુધવારે સવારે બે માલગાડીઓ ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં માલગાડી (Goods Train)ના ડ્રાયવર ઘાયલ થયા છે. આ અકસ્માતના પગલે રેલ વિભાગ દ્વારા રેલ વ્યવહારને રોકી દેવામાં આવ્યો છે.
Goods Train Accident

મળતી વિગતો અનુસાર સિંહપુર રેલ્વે સ્ટેશન પર વહેલી સવારે 7:15 વાગ્યા નજીક બે માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. બંને ટ્રેન એકબીજા સાથે અથડાતા ટ્રેનના ડ્રાયવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક પાયલટનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય કર્મચારીઓ ઘાયલ હોય સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
Singpur Railway Station Train Accident

આ અકસ્માતના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પણ પાટા પરથી ખડી પડ્યા છે. અકસ્માતને પગલે આ રૂટ પરની તમામ ટ્રેનને તાત્કાલીક અસરથી થોભાવી દેવામાં આવી છે. જેના પગલે પ્રવાસી રેલ વ્યવહાર પણ ખોરંભે ચઢ્યો છે.
માલગાડીની ટક્કર બાદનો વીડિયો
ઘટનાની માહિતી મળતા જ રેલ વિભાગના કર્મચારીઓ અને બચાવ દળની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ સ્થાનિક તંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રાહત બચાવના કામમાં જોડાયા હતા. હાલ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પુરતી માહિતી નથી. પરંતુ આ મામલે તપાસ કરવામાં આવશે અને બાદમાં સ્પષ્ટ કારણ સામે આવશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ ફરી આ લાઈન પરનો રેલ વ્યવહાર સ્થાપીત કરવામાં આવશે અને પ્રવાસીઓને નિર્ધારીત સ્થાન સુધી પહોંચાડવા ટ્રેન દોડવા લાગશે.
TAG: MP train accident, Goods Train Accident At Singhpur Railway Station, Train Accident Madhyra Pradesh news
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








