નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટ જિલ્લાના પડધરી (Paddhari) નજીક જામનગર-રાજકોટ હાઇવે (Rajkot Jamnagar Highway) પર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાતા 4 લોકોના મોત નિપજ્યા છે. ટ્રેક્ટર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. રાહદારીઓ દ્વારા તુરંત અકસ્માતમાં ઘાયલ લોકોને બચાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસને ઘટનાની જાણ થતા જ પડધરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પડધી તરફ જઈ રહેલી કાર સામેથી આવતા ટ્રેક્ટર સાથે અથડાતા જોરદાર ટક્ક્ર સર્જાઇ હતી અને કારના કુચો થઈ ગયો હતો. અકસ્માતના કારણે કારમાં સવાર ડ્રાયવર સહિત 4 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
માર્ગ અકસ્માતની આ ઘટનામાં અજય પ્રવિણ જોશી, હિમાંશુ પરમાર, કિરીટ ડોબરીયા અને અજય છગનભાઈનું મોત નિપજ્યું છે. ઘટનાની માહિતી મળતા જ રાહદારીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી ગયા હતા સાથે જ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. પડધરી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની નોંધ કરી 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહીની શરૂઆત કરી હતી.
TAG: Rajkot News, Paddhari Accident, Road Accident in Paddhari
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








