નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Crime News: હજી તો ગઈકાલે જ અમદાવાદમાં મિલકતના વિવાદમાં ભત્રીજાએ સગા કાકાને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની ઘટનાના પડઘા શમ્યા નથી. ત્યાં આજે દાહોદમાં (Dahod) દાદા પૌત્રના સંબંધને લોહિયાળ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચા બનાવવા જેવી નજીવી બાબતે પૌત્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સગા દાદાને લોખંડનો સળિયો મારીને ક્રુર હત્યા નિપજાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના ટાઢાગોળા ગામે (Tadhagola Village) પૌત્રએ પોતાને ચા પીવી હોવાથી તેણે તેના દાદાને ચા બનાવવા કહ્યું હતું, પરંતુ દાદાએ ચા બનાવી આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે પૌત્ર રોષે ભરાયો હતો અને દાદા સાથે બોલાચાલી કરવા લાગ્યો. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં ઉશ્કેરાયેલો પૌત્ર દાદા સાથે મારામારી કરવા લાગ્યો હતો, તે દરમિયાન તેણે દાદાના માથાના ભાગમાં લોખંડનો સળિયો મારીને સગા દાદાની ક્રુર હત્યા કરી દીધી હતી.
આ ઘટનાની જાણ આસપાસમાં રહેતા સ્થાનિકોને થતાં તેઓ તાત્કાલિક વૃદ્ધ દાદાની મદદે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ ચાકલીયા પોલીસને (Chakaliya Police) કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જ્યાં યુવકના પિતાએ જ હેવાન પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પૌત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.
આજકાલ ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે, ત્યારે નજીવી બાબતોમાં સંબંધો લોહિયાળ થતાં કિસ્સાઓમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ટાઢાગોળા ગામની ચા બનાવવા જેવી નજીવી બાબતમાં થયેલી હત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








